GSTV
Home » News » BSNLએ રૂપિયા 319 વાળા પ્રીપેડ એસટીવીમાં કર્યો ફેરફાર, હવે મળશે 84 દિવસની વેલિડિટી

BSNLએ રૂપિયા 319 વાળા પ્રીપેડ એસટીવીમાં કર્યો ફેરફાર, હવે મળશે 84 દિવસની વેલિડિટી

સરકારી ટેલીકૉમ કંપની BSNLએ પોતાના 319 રૂપિયામાં આવતા STV (સ્પેશિયલ ટેરિફ વાઉચર)ની વેલિડિટીને ઘટાડીને 84 દિવસ કરી દીધી છે. આ ફેરફાર પહેલા આ એસટીવી 90 દિવસની વેલિડિટીની સાથે આવતી હતી. બીએસએનએલ પોતાના 319 રૂપિયાના આ વૉઇસ-ઓનલી પ્રિપેડ એસટીવીમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપે છે.

અનલિમિટેડ કૉલિંગની સુવિધા દિલ્હી-મુંબઈને છોડીને દેશભરના 20 સર્કલમાં ઉપલબ્ધ કરાવાઈ રહી હતી. આ એસટીવી ખાસ કરીને એવા યૂઝર્સ માટે લૉન્ચ કરવામાં આવી હતી, જે ઈન્ટરનેટ યૂઝ કરવાના બદલે પોતાના ફોનનો ઉપયોગ ફક્ત વૉઇસ કૉલિંગ માટે કરે છે. આ પ્લાન ફીચર ફોન ઉપયોગ કરનારા યૂઝર્સની વચ્ચે ખૂબ લોકપ્રિય છે.

આ અગાઉ પણ બીએસએનએલે પોતાના 99 રૂપિયાના વૉઇસ-ઓનલી પ્રિપેડ એસટીવીની વેલિડિટીને ઘટાડી દીધી હતી. બીએસએનએલના 99 રૂપિયાવાળો આ એસટીવી પહેલા 26 દિવસની વેલિડિટીની સાથે આવતો હતો, પરંતુ હવે તેમાં યૂઝર્સને ફક્ત 24 દિવસની વેલિડિટી અપાઈ રહી છે.

બીએસએનએલ દ્વારા પ્રીપેડ પ્લાનની કિંમતો અને વેલિડિટીમાં કરાઈ રહેલા આ ફેરફાર યૂઝર્સને પસંદ આવી રહ્યાં નથી. હાલમાં બીએસએનએલે પોતાના સિમ રિપ્લેસમેન્ટની કિંમતને પણ 10 રૂપિયાથી વધારીને 100 રૂપિયા કરી દીધી છે. સિમ રિપ્લેસમેન્ટના નવા દરોને ગયા મહિનાની 21 તારીખથી લાગુ કરી દેવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar