GSTV
Home » News » BSNLની ધાંસૂ ઑફર, બધા યૂઝર્સને મળી રહ્યો છે 1 જીબી ફ્રી ડેટા

BSNLની ધાંસૂ ઑફર, બધા યૂઝર્સને મળી રહ્યો છે 1 જીબી ફ્રી ડેટા

સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) સતત પોતાના યૂઝર્સ માટે નવા રિચાર્જ પેક લૉન્ચ કરી રહી છે. ટેલીકૉમ બજારમાં રિલાયન્સ જિયોની એન્ટ્રી થયા બાદ બીજી ટેલીકોમ કંપનીઓ સતત જિયોને ચેલેન્જ આપી રહી છે અને બીએસએનએલ પણ આ જંગમાં પાછળ નથી. એવા પણ અહેવાલ છે કે કંપનીએ 4જી નેટવર્કનું ટેસ્ટિંગ પણ આખા દેશમા શરૂ કરી દીધુ છે.

હવે અહેવાલ છે કે બીએસએનએલે એક નવી ઑફર લોન્ચ કરી છે, જે હેઠળ સબ્સક્રાઈબર્સને બીએસએનએલની મોબાઇલ એપ ડાઉનલોડ કરતા 1 જીબી ડેટા ફ્રીમાં મળશે. ટેલિકૉમ ટૉકની એક રિપોર્ટ મુજબ, ફ્રીમાં મળતી આ 1 જીબી ડેટાની વેલિડિટી 30 દિવસ છે. આ ડેટાનો ઉપયોગ ગ્રાહક પોતાના વર્તમાન ડેટાની સાથે કરી શકે છે.

જેમકે, જો તમે બીએસએનએલનું 186 રૂપિયાવાળું પેક રિચાર્જ કરાવ્યુ છે, જે 3.2 જીબી પ્રતિદિવસ હાઈ-સ્પીડ ડેટાની સાથે આવે છે. દરરોજ મળતો ડેટા ખત્મ થયા બાદ બીએસએનએલ ગ્રાહક આ મફતમાં મળતો 1 જીબી ડેટાનો ઉપયોગ કરી શકશે. બીએસએનએલની આ નવી ઑફર 31 ડિસેમ્બર 2018 સુધી અમલમાં છે.

વિચારવા જેવી બાબત એ છે કે બીએસએનએલની આ નવી ઑફરને કંપનીના નવા BSNL મોબાઈલ એપને સેલિબ્રેટ કરવા માટે રજૂ કરવામાં આવી છે. નવી બીએસએનએલ એપ દ્વારા યૂઝર્સ ડેટાની જાણકારી મેળવી શકે છે. આ સિવાય રિચાર્જ, પોસ્ટપેડ અને બ્રૉડબેન્ડ બિલ જમા કરવા સિવાય એકાઉન્ટ ડિટેઇલ્સની જાણકારી મેળવી શકાય છે. બીએસએનએલની આ નવી એપની વિશિષ્ટતા એ છે કે આ દેશમાં 4જી હૉટસ્પૉટ સિવાય ઈન્ટરનેશનલ વાઈ-ફાઈ સર્વિસ પણ ટ્રેક કરી શકે છે.

READ ALSO

Related posts

હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનો લીધો ઉધડો,કહ્યું કેરી…

Path Shah

વડોદરામાં લાખો લોકોએ ગંદુ પાણી પીધું, અઢી મહિના પછી ખબર પડી કે…

Riyaz Parmar

વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાળ કંપની ટગ હુયર અમદાવાદમાં, નવી એડિશન લોન્ચ

Path Shah