GSTV

BSNLનો ધમાકેદાર પ્લાન! કોઈ પણ રિચાર્જ કર્યા વગર મેળવો દરરોજનો 5GB ડેટા ફ્રી

BSNL

Last Updated on April 13, 2020 by Karan

કોરોના વાયરસથી બચવા માટે મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ (work from home) કરી રહ્યા છે. તેના ધ્યાનમાં રાખીને ભારત સંચાર નિગમ લિમિટેડે (BSNL) હાલમાં જ એક ધમાકેદાર પ્લાન ઓફર કર્યો છે. આ પ્લાનનો હેતુ વર્ક ફ્રોમ હોમ કરતી વખતે થતી મુશ્કેલીઓને ઓછી કરવાનો છે. હકીકતે BSNL યુઝર્સ માટે ફ્રી ઈન્ટરનેટ પ્લાન ઓફર કરી રહ્યું છે. કંપનીના Work@Home પ્લાનમાં ગ્રાહકોને એક પણ રૂપિયાનો ખર્ચ નહીં કરવો પડે.

BSNLના આ ગ્રાહકોને જ મળશે પ્લાનનો ફાયદો

BSNL

મળેલી જાણકારી અનુસાર બીએસએનએલએ આ પ્લાનો ફાયદો ફક્ત હાલના લેન્ડલાઈન કનેક્શન વાળા યુઝર્સને જ આપ્યો છે. પ્લાનમાં મળી રહેલા ડેટા બેનેફિટની વાત કરવામાં આવે તો તેમાં ગ્રાહકોને દરરોજ 5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેની સ્પીડ 10Mbpsની રહેશે અને એક વખત 100% ડેટાનો ઉપયોગ થઈ ગયા બાદ યૂઝરની સ્પીડ ઓછી થઈને 1Mbpsની થઈ જશે.

BSNLના પ્લાનની આ છે ખાસ વાત

આ પ્લાનની ખાસ વાત એ છે કે 5 જીબી ડેલી ડેટા લિમિટ બાદ પણ ગ્રાહકો માટે કોઈ પણ FUP લિમિટ નથી આપવામાં આવી. જણાવવામાં આવ્યું છે કે આ પ્લાન અંડમાન નિકોબાર સહિત દરેક સર્કલ્સમાં બ્રોડબેન્ડ યુઝર્સને મફત ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ પ્લાન ફક્ત એજ ગ્રાહકો માટે છે જેમની પાસે લેન્ડલાઈન કનેક્શન છે પરંતુ બ્રોડબેન્ડ કનેક્શન નથી.

Read Also

Related posts

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel

રમતોત્સવ/ અમેરિકાની લોન્ગ જમ્પની પ્લેયર ક્યુનેશાની રેસ્ટોરન્ટથી ઓલિમ્પિક સુધીની સફર, 10 વર્ષ પહેલાં હતી વેઈટર

Damini Patel

અટકળો/ તાનાશાહ કિમ જોંગ ફરી બિમાર, 20 કિલો વજન ઘટવાની સાથે નવી બહાર આવેલી તસવીરોથી કોરિયામાં ચિંતાનો માહોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!