GSTV
Home » News » ફેબ્રુઆરીમાં તમને તો પગાર મળ્યો હશે પરંતુ BSNLનાં 1.76 લાખ કર્મચારીનું શું?

ફેબ્રુઆરીમાં તમને તો પગાર મળ્યો હશે પરંતુ BSNLનાં 1.76 લાખ કર્મચારીનું શું?

સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લીમીટેડ આર્થીક સંકડામણનો સામનો કરી રહિ છે. કંપનીએ પોતાનાં કર્મચારીઓને ફેબ્રુઆરી મહિનાનો પગાર ચુકવ્યો નથી. BSNL કર્મચારી સંઘે સરકારને પત્ર લખીને જાણ કરી છે કે સંકટગ્રસ્ત કંપનીને ઉગારવા માટે સરકાર આગળ આવે. જાહેર ક્ષેત્રની અગ્રણી ટેલીકોમ કંપની આર્થીક સંકટને કારણે દેશભરમાં પોતાનાં 1.76 લાખ કર્મચારીઓને ફેબ્રુઆરી મહિનાનો પગાર આપ્યો નથી.

કર્મચારી સંઘે દેશનાં ટેલીકોમ મંત્રીને પત્ર લખીને આગ્રહ કર્યો છે કે, કર્મીઓને વેતન આપવા અને મુશ્કેલીમાં મુકાયેલી કંપનીને ઉગારવા માટે સરકાર  પેકેજ જાહેર કરે. કંપનીનાં કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ ધરણા કરી રહ્યા છે.

કેન્દ્રિય દુરસંચાર પ્રધાન મનોજ સિન્હાને લખાયેલા પત્રમાં જણાવ્યું છે કે, રિલાયન્સ જીઓ તરફથી મળતી આકરી પ્રતિસ્પર્ધાને કારણે કંપની આર્થીક રીતે પડી ભાંગી છે. અન્ય ઓપરેટરો પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે, પરંતુ તેઓ માતબર રોકાણ કરીને કંપનીને ઉગારી રહ્યા છે.

કંપની અધિકારીનાં જણાંવ્યા પ્રમાણે પગાર આપવામાં વિલંબ એટલા માટે થયો કે સરકારે કોઇ પણ આર્થીક સહાય આપી નથી.જેથી કંપનીને જેમ જેમ ભંડોળ મળશે તેવી રીતે કર્મચારીઓને પગાર મળશે. બીજી તરફ અધિકારી જણાવે છે કે માર્ચ મહિનાનો પગાર મળવામાં પણ કર્મચારીઓને રાહ જોવી પડશે. નાગપુર જીલ્લામાં  1100 કરતા વધારે બીએસએનએલનાં કર્મચારીઓને પગાર ન મળતા તેમણે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

BSNL Employees Unionનાં પ્રમુખ પંચમ ગાયકવાડનાં જણાંવ્યા પ્રમાણે સમયસર પગાર ન મળતા કર્મચારીઓ ખરાબ સ્થિતીનો સામનો કરી રહ્યા છે. બીએસએનએલને સંપુર્ણ નષ્ટ કરવાનું ષડયંત્ર છે. આ મામલે  કેન્દ્ર સરકારને રજુઆત કરી તેમ છતાં કોઇ પ્રતિક્રિયા નથી. તેમણે જણાંવ્યું કે  કર્મચારી યુનિયન તરફથી કાનૂની નોટીસ આપવામાં આવશે.જરૂરત પડશે તો કોર્ટનાં દ્વાર ખખડાવીશું.

READ ALSO

Related posts

ટીએમસીને વધુ એક ઝટકો, એક ધારાસભ્ય સહિત દિનાજપુર જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા

Nilesh Jethva

હાઈકોર્ટમાં આર.ટી.ઇ હેઠળ પ્રીસ્કૂલથી જ બાળકોને પ્રવેશ મળે, રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ

Path Shah

પોલીસને મદદ કરીને નફો કરતું થયેલું ભારતીય સ્ટાર્ટઅપ,ઇન્ડિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેસિયલ રેકગ્નિશન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!