GSTV
Home » News » 1.50 લાખ સરકારી કર્મચારીઓનો નવેમ્બરનો પગાર લટક્યો, ઓક્ટોબરનો પગાર હવે મળ્યો

1.50 લાખ સરકારી કર્મચારીઓનો નવેમ્બરનો પગાર લટક્યો, ઓક્ટોબરનો પગાર હવે મળ્યો

હવે સરકારી નોકરીમાં પણ પગાર સમયસર ન મળે તો કયાં નોકરી શોધવા જવી એવો સવાલ થઈ રહ્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડના કર્મચારીઓને નવેમ્બરના પગાર માટે હજી વધુ રાહ જોવી પડશે. જો કે, બીએસએનએલ તરફથી ગુરૂવારે ઓક્ટોબર મહિનાનો પગાર આપી દેવામાં આવ્યો છે. હકીકતમાં, કંપની દર મહિનાના અંતિમ વર્કિંગ ડે સુધી પોતાના કર્મચારીઓને પગાર આપી દેતી હોય છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં ઘણાં એવા મહિનાઓ આવ્યા છે જેમાં બીએસએનએલના કર્મચારીઓને પોતાની માસિક પગાર માટે લાંબી રાહ જોવી પડી છે.

સપ્ટેમ્બરનો પગાર 23 ઓક્ટોબર સુધી મળ્યો

પહેલી વાર ફેબ્રુઆરીમાં કંપનીના કર્મચારીઓનો પગાર આવવામાં વિલંબ થયો હતો. બીએસએનએલે એક મહિનાનો પગાર 10 માર્ચ બાદ આપ્યો હતો. ત્યારે જૂન મહિનાનો પગાર 5 ઓગસ્ટ જ્યારે ઓગસ્ટનો પગાર આવવામાં 18 દિવસનો વિલંબ થઈ ગયો હતો. આ રીતે બીએસએનએલ કર્મચારીઓને સપ્ટેમ્બરનો પગાર 23 ઓક્ટોબર સુધી મળ્યો. ઉલ્લેખનીય છે કે, બીએસએનએલને માસિક વેતન તરીકે કુલ 850 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની રહે છે.

બીએસએનએલ પાસે લગભગ 1.50 લાખથી વધુ કર્મચારીઓ

અત્યારે બીએસએનએલ પાસે લગભગ 1.50 લાખથી વધુ કર્મચારીઓ છે. બીએસએનએલના 78,300 કર્મચારીઓએ સ્વૈચ્છીક સેવાનિવૃત્તિ યોજનામાં રસ દાખવ્યો છે. વીઆરએસ માટે અરજી કરતા કર્મીઓ સિવાય અન્ય 6,000 કર્મચારીઓ સેવાનિવૃત્ત થઈ ગયા છે. બીએસએનએલ સિવાય એમટીએનએલના કુલ 14,378 કર્મીઓએ વીઆરએસ માટે અરજી કરી છે. જો કે, બન્ને કંપનીના વિલય બાદ ધીમે ધીમે હવે બધુ થાળે પડતું દેખાઈ રહ્યું છે.

Related posts

હિંદુવાદી નેતા અમિત જાનીની જાહેરાત : શરઝીલ ઈમામનું માથું વાઢી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ

Mayur

રામ મંદિર બનાવવા માટે દરેક વ્યક્તિ પાસેથી લેવાશે 10 રૂપિયાનો સહયોગ, ત્રણ મહિનામાં કામ થઈ રહ્યું છે શરૂ

Mayur

અલ્પસંખ્યકોએ ચૂંટણીમાં મને મત નહોતા આપ્યા તેથી તેમને મળતી સુવિધામાં ઘટાડો કરવામાં આવશે : ભાજપના ધારાસભ્ય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!