GSTV

આ માંગ સાથે સરકારી કંપની BSNLનાં દેશભરનાં કર્મચારીઓ આજે છે ભૂખ હડતાળ પર

સરકાર તરફથી જાહેર કરાયેલાં રૂ. 69 હજાર કરોડના રિવાઇવલ પેકેજમાં વિલંબના વિરોધમાં સરકાર સંચાલિત બીએસએનએલના કર્મચારીઓ આજે એક દિવસીય ભૂખ હડતાલ પર છે. દેશભરના બીએસએનએલના કર્મચારીઓ આ હડતાલમાં ભાગ લઈ રહ્યા છે.

રાહત પેકેજ તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે

ઓલ યુનિયન અને એસોસિએશન ઓફ બીએસએનએલ (AUAB) એ આ દેશવ્યાપી ભૂખ હડતાલનું આહ્વાન કર્યુ છે. આ ભૂખ હડતાલ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્રીય કેબિનેટ દ્વારા બીએસએનએલ માટે જાહેર કરેલા રિવાઇવલ પેકેજને કોઈપણ વિલંબ કર્યા વિના અમલમાં મૂકવાનો છે. એયુએબી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ભૂખ હડતાલ દરમિયાન કર્મચારીઓની સમસ્યાઓના નિરાકરણની માંગ કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટનાં દેવામાં ડૂબેલી બીએસએનએલ-એમટીએનએલના રિવાઈવલ માટે 68,751 કરોડ રૂપિયાનાં પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 4 જી સ્પેક્ટ્રમ ફાળવણી અને કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ (વીઆરએસ) માટે નાણાકીય ફાળવણીની પણ જોગવાઈ હતી.

રિવાઇવલ પેકેજનું પાલન કરવામાં આવી રહ્યું નથી

એયુએબીએ કહ્યું છે કે રિવાઇવલ પેકેજમાં 4 જી સ્પેક્ટ્રમ ફાળવણી, બીએસએનએલ-એમટીએનએલને રૂ. 15,000 કરોડ ઉભા કરવાની સોવરેન ગેરંટી, લાંબા ગાળાના બોન્ડ ઇશ્યુ કરવા, બંને કંપનીઓની સંપત્તિનું મોનેટાઈઝેશન અને વીઆરએસ અમલીકરણ શામેલ છે. પરંતુ સરકાર તેનું પાલન કરી રહી નથી. ફક્ત વીઆરએસ યોજનાનું પાલન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત બીએસએનએલના 78,569 કર્મચારીઓને ઘરે મોકલી દેવાયા છે. એયુએબીએ કહ્યું છે કે તે ખૂબ જ પરેશાન કરનારું છે કે લગભગ 4 મહિના પછી પણ બીએસએનએલને 4 જી સ્પેક્ટ્રમ ફાળવવામાં આવ્યો નથી.

4 જી સેવા શરૂ કરવામાં વિલંબ થઈ શકે છે

બીએસએનએલના કર્મચારી મંડળનું કહેવું છે કે, 4 જી સ્પેક્ટ્રમની ફાળવણીમાં વિલંબ અને ભંડોળની ઉપલબ્ધતાના ન હોવાને કારણે 2020 ના અંત સુધીમાં બીએસએનએલની 4 જી સેવાઓ શરૂ થવાની સંભાવના નથી. રિવાઇવલ પેકેજમાં આ વિલંબ પણ કેન્દ્રીય મંત્રીમંડળની ભાવના વિરુદ્ધ છે. રાહત પેકેજ ઉપરાંત કર્મચારીઓને પગાર અને ભથ્થા પણ સમયસર મળતા નથી. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને છેલ્લા 10 મહિનાથી વેતન મળ્યું નથી.

READ ALSO

Related posts

ગામમાં એન્ટ્રી ન મળી તો આ કારણે નાવડી પર જ વૃદ્ધે પોતાનાને કર્યો ક્વોરન્ટાઈન

Arohi

LOCK DOWN ઓટો, ગ્રામીણ સેવા, ઈ રિક્સા ડ્રાઈવરોને મળશે 5,000 રૃપિયા, આ મુખ્યમંત્રીએ કરી જાહેરાત

Nilesh Jethva

કેરળમાં દારૂની છૂટના સરકારી આદેશ પર હાઈકોર્ટે લગાવી દીધો સ્ટે, આ છે વિવાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!