GSTV

ફેસ્ટીવ સીઝનમાં યુઝર્સને મળશે દમદાર ફાયદો, BSNL એ આ પ્લાન્સ પર આપી નવી ઓફર્સ

સરકારી ટેલીકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ દેશના પ્રીપેડ યૂઝર્સ માટે નવા-નવા ઓફર્સની જાહેરાત કરી છે. આ કંપની તરફથી ફેસ્ટિવ ઓફર્સ છે. ટેલિકોમ કંપનીએ દેશભરા પ્રીપેડ યૂઝર્સ માટે ઘણા નવા પ્લાન વાઉચર્સ અને સ્પેશલ ટેરિફ વાઉચર્સની વેલિડિટી એક્સટેંડ કરી છે. આ ઓફર્સ 30 નવેમ્બર સુધી જ વેલિડ છે. સાથે જ 60 રૂપિયાના ટોપ અપ પર ફુલ ટોક-ટાઈમ પણ આપવામાં આવશે.

પ્રીપેડ યૂઝર્સ માટે આ છે BSNL ના નવા ઓફર્સ

1,999 રૂપિયાવાળો પ્લાન

આ પ્લાન માટે BSNL એ વેલિડિટીને 60 દિવસ સુધી વધારી છે. પહેલા આ પ્લાન 365 દિવસની વેલિટિડીની સાથે આવે છે અને હવે તેમાં 425 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આ પ્લાન અનલિમિટેડ ફ્રી કોલિંગ અને 3GB ડેલી ડેટાની સાથે આવે છે. ગ્રાહકોને 365 દિવસ માટે અનલિમિટેડ લોન્ગ ચેંજ ઓપ્શનની સાથે BSNL ટ્યૂન્સ પણ મળશે.

699 રૂપિયાવાળો પ્લાન

આ પ્લાન માટે BSNL એ વેલિડિટીને 20 દિવસ સુધી એક્સટેંડ કર્યો છે. એવામાં હવે તેની વેલિડિટી 160 દિવસની જગ્યાએ 180 દિવસ થઈ ગઈ છે. આ પ્લાન અનલિમિટેડ ફ્રી કોલિંગ 0.5GB ડેલી ડેટા અને દરરોજ 100SMS ની સાથે આવે છે. સાથે જ BSNL ટ્યૂન્સનો પણ લાભ 60 દિવસ માટે આપવામાં આવશે.

247 રૂપિયાવાળો પ્લાન

આ પ્લાનની વેલિડિટી 30 દિવસથી વધારેની કંપનીએ 40 દિવસની કરી દીધી છે. આ પ્લાન અનલિમિટેડ ફ્રી કોલિંગ, દરરોજ 3GB ડેટા અને દરરોજ 100SMSની સાથે આવે છે. સાથે જ તેમાં 30 દિવસ માટે ફ્રી BSNL ટ્યૂન્સ પણ આપવામાં આવશે.

147 રૂપિયાવાળો પ્લાન

આ પ્લાનની વેલિડિટી કંપનીએ 30 દિવસથી વધારીને 35 દિવસની કરી દીધી છે. જેમાં અનલિમિટેડ વોયસ કોલિંગ અને 10GB ડેટા આપવામાં આવે છે. સાથે જ તેમાં પણ 30 દિવસ માટે ગ્રાહકોને BSNL ટ્યૂન્સનો પણ ફાયદો મળશે.

READ ALSO

Related posts

સોનાક્ષી સિંહાએ શેર કરી ‘લેઝી સન્ડે’ની તસવીર, મળી લાખો લાઈક્સ

Bansari

શોલેના વીરુની જેમ પોતાની ‘બસંતી’ માટે 80 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો પતિ, પત્નીને પિયર જતી રોકવા આખુ ગામ લીધુ માથે

Bansari

જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાનમાં ફસાઈ પ્રવાસીઓની કાર, બીઆરઓની ટીમે મોતના મુખમાંથી કાઢ્યા બહાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!