GSTV

BSNLની ધાંસૂ ઓફર! રિચાર્જ માટે પૈસા નથી તો ચિંતા ન કરશો કંપની આપી રહી છે આટલું ઉધાર, આ રીતે મેળવો ફાયદો

સોશિયલ મીડિયા

કોરોના વાયરસ (Coronavirus)ના હાલનાં સમયમાં બહુજ લોકોની આર્થિક સ્થિતી બગડી ગઈ છે. એવામાં જો તમારી પાસે પૈસા નથી અને ફોનમાં બેલેન્સ પણ નથી તો પરેશાન થવાની જરૂર નથી. સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ(Bharat Sanchar Nigam Limited-BSNL)એ પોતાના યુઝર્સ માટે આ મુશ્કેલીનો ઉકેલ લાવવામાં આવ્યો છે. વાસ્તવમાં કંપનીએ પોતાના યુઝર્સ માટે 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી  ટોકટાઈમ લોન ઓફર કરી છે.

લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખતા BSNLએ પોતાના યુઝર્સ માટે 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની લોન ઓફર કરી છે. એટલે તમને 10 રૂપિયાથી લઈને 50 રૂપિયાની વચ્ચે, જેટલાં રૂપિયાની લોન જોઈએ તમને મળી જશે અને પૈસા આપ્યા વગર જ તમારો મોબાઈલ રિચાર્જ થઈ જશે. પરંતુ ધ્યાન રાખો કે, બાદમાં તમારે તેના પૈસા આપવા પડશે. જેમ કે, સામાન્ય રીતે લોનમાં હોય છે. આમ તો કંપનીએ રિચાર્જ કરવા માટે ટોકટાઈમ લોન ઓફર રજૂ કરે છે.

કેવી રીતે મળશે ટોકટાઈમ?

BSNLના યુઝર્સને તેમના ફોનમાંથી 5117# ડાયલ કરવાનું રહેશે. ત્યાર બાદ તમારા ફોનની સ્ક્રીન પર એક મેસેજ આવશે, જેમાં લોન એમાઉન્ટ લખેલી હશે. જેને તમે પોતાની સુવિધામુજબ સિલેક્ટ કરી શકો છો. પછી સેંડ બટન દબાવવાનું રહેશે. ત્યાર બાદ બાકીની ડિટેલ્સ આપવામાં આવી નથી. જોકે, હજી સુધી ઓફરમાં તે જાણ થઈ શકી નથીકે, લોન લીધા બાદ યુઝર્સે કેટલાં ચૂકવવાના રહેશે. કંપનીએ આની પહેલાં વર્ષ 2016માં આવી જ ઓફર રજૂ કરી હતી. જેમાં બીજીવાર રિચાર્જ કરાવવા પર 11 રૂપિયા કપાઈ જતા હતા.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!