GSTV
Home » News » 299 રૂપિયામાં 1.5GB ડેટા દરરોજ, BSNL લાવી નવો પ્લાન

299 રૂપિયામાં 1.5GB ડેટા દરરોજ, BSNL લાવી નવો પ્લાન

જાહેર ક્ષેત્રની ટેલીકૉમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે (BSNL) પોતાના ગ્રાહકો માટે નવા બ્રૉડબેન્ડ પ્લાનની જાહેરાત કરી છે. આ પ્લાનને કંપનીએ BB BSNL CUL નામ આપ્યું છે. નવા પ્લાનમાં ગ્રાહકોને 8 Mbpsની સ્પીડની સાથે દરરોજ 1.5 જીબી ડેટા મળશે. બીએસએનએલનો આ પ્લાન દેશભરના બધા સર્કલ્સમાં લાગુ થશે. 30 દિવસની માન્યતાવાળા આ પ્લાનની કિંમત પણ માત્ર 299 રૂપિયા છે. એટલું જ નહીં, કૉલિંગ માટે પણ પ્લાનમાં એક ખાસ સુવિધા આપવામાં આવી છે.

પ્લાનમાં બીએસએનએલના નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ (લોકલ+એસટીડી) મળશે અને અન્ય નેટવર્ક પર કૉલિંગ માટે 300 મફત મિનિટ (લોકલ+એસટીડી) આપવામાં આવશે. આ સિવાય રાતમાં અને રવિવારે અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળશે. એટલેકે અન્ય નેટવર્ક માટે આપવામાં આવેલી 300 મિનિટ સોમવારથી શનિવાર સુધી સવારે 6.00 થી રાત્રે 10.30 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ તમે અનલિમિટેડ કૉલિંગ કરી શકશો. આ પ્લાનની જાહેરાત કંપનીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કરી છે. સાથે જ બીએસએનએલની સત્તાવાર વેબસાઇટ પર જઇને પણ તમે આ પ્લાનની વિગત જોઇ શકો છો.

હાલમાં જ કંપનીએ પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે પણ 399 રૂપિયાના પ્લાનની જાહેરાત કરી છે. 74 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 3.21GB ડેટા મળશે. આ રીતે અપડેટેડ પ્લાનમાં ગ્રાહકોને કુલ 237.54GB ડેટા મળશે. પહેલા 399 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1GB ડેટા મળતો હતો. આ સિવાય ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવી છે.

READ ALSO

Related posts

હોલિવૂડના મહાનાયક અલ પચીનો આજે બર્થ ડે: ગૉડફાધરએ દુનિયાભરમાં તહલકો મચાવ્યો હતો

Bansari

BJPની વીઆઈપી સીટ: અજય રાય અને શાલીનીની એન્ટ્રીથી કેટલો ફાયદો થશે પીએમ મોદીને?

Bansari

પીએમ મોદીના ભાઈના ઘરની દિવાલ પર છે જવાહર લાલ નહેરૂની તસવીર, થયો મોટો ખુલાસો

Mansi Patel