GSTV

જિયો, એરટેલ કે વોડાફોન-આઈડિયાના દિવસો પૂરા, ગ્રાહકો વળ્યા BSNL તરફ

મોબાઈલ પ્રીપેડ ટેરિફમાં થયેલ ભાવવધારાને કારણે કંપનીઓએ લખો ગ્રાહકો ગુમાવવા પડ્યા છે. જોકે બીજી તરફ સરકારી ટેલિકોમ કંપની BSNLને તેનો સૌથી વધુ લાભ મળ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભારત સંચાર નિગમેં ડિસેમ્બર 2019 દરમિયાન દેશમાં અન્ય ટેલિકોમ ઓપરેટરની સરખામણીએ સૌથી વધુ ગ્રાહકો જોડ્યા છે.

BSNLએ ડિસેમ્બરમાં 4.2 લાખ નવા યુઝર્સ જોડ્યા

નવા ગ્રાહકો જોડવા મામલે BSNL બાદ બીજા સ્થાને રિલાયન્સ જિયો રહ્યું છે. BSNLએ ગતવર્ષે ડિસેમ્બરમાં 4.2 લાખ નવા યુઝર્સ જોડ્યા છે તો આ જ માસમાં રિલાયન્સ જિયોએ માત્ર 82,308 નવા ગ્રાહકો બનાવ્યાં છે. બીજી તરફ વોડાફોન આઈડિયાથી સૌથી વધુ ગ્રાહકો દૂર થયા છે. ત્યારબાદ ભારતી એરટેલ અને MTNLનો વારો આવે છે. આ માહિતી ટ્રાઈના રિપોર્ટમાં સામે આવી છે.

Jioએ દર વર્ષે 50 લાખ નવા યુઝર્સ જોડ્યા


રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર 2016માં માર્કેટમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે દરમાસે સરેરાશ 50 લાખ નવા યુઝર્સ જોડે છે. જોકે ગતવર્ષની આખરમાં ટેરિફ હાઈક અને IUCને કારણે ડિસેમ્બરમાં પ્રથમ વખત તેના માસિક ગ્રાહકોનો આંકડો ઓછો જોવા મળ્યો હતો. વોડાફોન આઈડિયાએ આ દરમિયાન પોતાનાં સૌથી વધુ ગ્રાહકો ગુમાવી દીધા છે. ડિસેમ્બર 2019માં તેણે 36 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે.બીજી તરફ નવેમ્બરમાં કંપનીએ પોતાનાં 3 કરોડથી વધુ ગ્રાહકો ગુમાવ્યાં હતા. આ બાજુ ભારતી એરટેલે ડિસેમ્બર 2019માં 11 હજાર ગ્રાહકો ગુમાવ્યા છે. આમ, પ્રીપેડ ટેરિફ વધારાની સૌથી વધુ અસર વોડાફોન-આઈડિયા અને એરટેલ પર પડી છે.

માર્કેટમાં જિયોનો દબદબો

વર્તમાન સમયે દેશની ટેલિકોમ ઇન્ડસ્ટ્રી પર રિલાયન્સ જિયોનો દબદબો છે. જિયોનો માર્કેટ શેર 32.14 ટકા છે. ત્યારબાદ 28.89 ટકા માર્કેટ શેર સાથે વોડાફોન આઈડિયા બીજા સ્થાને અને 28.43 ટકા માર્કેટ શેર સાથે ભારતી એરટેલ ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત સરકારી ટેલિકોમ કંપની BSNLની બજાર હિસ્સેદારી 10.26 ટકા છે.

Read Also

Related posts

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana

કેટલી છે રાષ્ટ્રપતિની એક મહિનાની સેલરી, 30 ટકા કપાયા બાદ મળશે કેટલું વેતન? અહીં જાણો

Bansari

ન્યૂયોર્કમાં 1.23 લાખ લોકોને કોરોના સ્પર્શી ગયો, લડાઈ માટે ટ્રમ્પે 1000 સૈનિકોને ઉતાર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!