GSTV

BSNLના નવા પ્રીપેડ પ્લાનમાં મળી રહ્યો છે 168GB ડેટા, જાણો તેની વિગતો

સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલે પોતાના પ્રીપેડ યુઝર્સ માટે હાલમાં જ એક 318 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. તો ચાલો જાણીએ આ નવો પ્લાન ક્યાં-ક્યાં ટેલિકોમ સર્કલમાં ઉપલબ્ધ છે. અને આ પ્લાન સાથે બીજા કયાં ફાયદાઓ મળી રહ્યા છે.

BSNL 318 પ્લાન વિગતમાં

BSNLનો નવો 318 રૂપિયાનો પ્લાન 84 દિવસોની વેલિડિટી સાથે આવે છે. એક વાત જે ધ્યાનમાં રાખવાની છે એકે, આ એક ડેટા પ્લાન છે. એટલેકે તે વોઈસ કોલ અને એસએમએસ બેનિફિટ્સ સાથે આવતો નથી.318 રૂપિયા વાળા નવા બીએસએનએલ પ્લાનની સાથે દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે. તેમો મતલબકે આ પ્લાનામાં કુલ 168 GB ડેટા મળે છે. ડેટા લિમિટ સમાપ્ત થયા બાદ ડેટા સ્પીડ ઘટીને 40kbps કરી દેવામાં આવશે.આ પ્લાન હાલમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક સર્કલ માટે ઉપલબ્ધ છે. 318 રૂપિયા સિવાય બીએસએનએલની પાસે ફક્ત ડેટાવાળા પ્લાન અમુક પોલીસી પ્લાન્સ પણ છે જેવા કે, BSNL 198 પ્લાન, આ પ્લાનની સાથે દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે અને આ પ્લાનની વેલિડિટી 54 દિવસોની છે.

BSNL 98 Plan

તો બીએસએનએલ 98 પ્લાનની સાથે યુઝરને દરરોજ 2gb ડેટા અને Eros Nowનું એક્સેસ આપવામાં આવે છે. જણાવી દઈએકે, આ પ્લાન 24 દિવસોની વેલિડિટીની સાથે આવે છે. BSNL 548 પ્લાન આ ડેટા પેકની સાથે દરરોજ 5GB ડેટા આપવામાં આવે છે. અને આ પ્લાનની વેલિડિટી 90 દિવસોની છે.

BSNL 998 Plan

હાલમાં જ બીએસએનએલે 998 રૂપિયાનો ડેટા પેક લોન્ચ કર્યો હતો. આ પ્લાનની સાથે 240 દિવસોની વેલિડિટીની સાથે દરરોજ 2gb ડેટા મળે છે. થોડા સમય પહેલાં bsnl 999 પ્રિપેડ પ્લાનમાં પણ બદલાવ કરવામાં આવ્યો હતો. આ પ્લાન હવે વધારે વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન પહેલાં 240 દિવસોની મર્યાદા સાથે આવતો હતો હવે આ પ્લાનની સાથે યુઝરને વધારે વેલિડિટી મળે છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!