GSTV
Home » News » BSNLના આ પ્લાન પર મળી રહ્યું છે 25 ટકા કેશબેક, આજે જ કરાવો રિચાર્જ

BSNLના આ પ્લાન પર મળી રહ્યું છે 25 ટકા કેશબેક, આજે જ કરાવો રિચાર્જ

વર્ષ 2018 પૂર્ણતાના આરે છે અને તેની પહેલા BSNLએ પોતાના યૂઝર્સને મોટી ભેટ આપી છે. BSNLએ પોતાના બ્રોડબેન્ડ યૂઝર્સ માટે 25 ટકા કેશબેકની ઑફર રજૂ કરી છે. જોકે, આ ઑફરનો લાભ ફક્ત 6 મહિનાવાળા પ્લાન અથવા પછી વાર્ષિક પેક પર જ મળશે. એટલેકે જો તમે 6 મહિના અથવા પછી 1 વર્ષનો પ્લાન લો છો ત્યારે 25 ટકા કેશબેકનો લાભ લઇ શકો છો. તો આ ઑફરનો લાભ તમને ત્યારે મળશે જ્યારે 10 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરની વચ્ચે રિચાર્જ કરાવશો.

મહત્વનું છે કે હાલમાં BSNLએ પોતાના ત્રણ પ્લાન 675 રૂપિયા, 845 રૂપિયા અને 1199 રૂપિયાને અપડેટ કરીને રજૂ કર્યા છે. સૌપ્રથમ વાત કરીએ છીએ 675 રૂપિયાની તો તેમાં યૂઝર્સને દરરોજ 5 જીબી હાઈ સ્પીડ ડેટા મળશે, જેની સ્પીડ 10MBbps રહેશે. આ સિવાય યૂઝર્સ દેશના કોઇ પણ નેટવર્ક પર ફ્રી કૉલિંગ કરી શકશે.

તો 845 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને આખો મહિનો 300 જીબી ડેટા મળશે. યૂઝર્સને દરરોજ 10 જીબી ડેટાનો લાભ મળશે અને તેની પણ સ્પીડ 10MBbps રહેશે. આ સિવાય યૂઝર્સ દેશના કોઇ પણ નેટવર્ક પર ફ્રી કૉલિંગ કરીને તેનો આનંદ ઉઠાવી શકશે. હવે વાત કરીએ છીએ BSNLના 1199 રૂપિયાવાળા પ્લાનની તો તેમાં દરરોજ 20 જીબી ડેટા યૂઝર્સને મળશે એટલે આખા મહિનો 600 જીબી જેટા તમને આપવામાં આવશે. આ સાથે જ યૂઝર્સને ફ્રી કૉલિંગનો પણ લાભ મળશે.

આ સિવાય BSNL પોતાના યૂઝર્સને 1GB ડેટા ફ્રીમાં આપી રહી છે. જોકે, તેનો લાભ ફક્ત એન્ડ્રૉઇડ યૂઝર્સ જ ઉઠાવી શકે છે. જેના માટે યૂઝર્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી My BSNL એપને ડાઉનલોડ કરવી પડશે.

ઉલ્લેખનીય છે કે તેનો ફાયદો ફક્ત પહેલી વખત એપ ડાઉનલોડ કરનાર લોકોને જ મળશે. જેના માટે સૌપ્રથમ ગૂગલ પ્લે પરથી My BSNL એપને ડાઉનલોડ કરો અને પછી ફોનથી સાઇનઅપ કરો. જે પૂર્ણ થતા જ 1GB 2G/3G ડેટા તમારા એકાઉન્ટમાં આપોઆપ ક્રેડિટ થઇ જશે. જેનો ફાયદો પ્રીપેડ અને પોસ્ટપેડ યૂઝર્સ બંનેના યૂઝર્સને મળશે. આ ડેટાની વેલિડિટી 31 ડિસેમ્બર 2018 છે. ઉલ્લેખનીય છે કે આ એપની મદદથી એકાઉન્ટની ડિટેઇલ્સ, પે બ્રોડબેન્ડ ડિટેઇલ્સ અને પ્રીપેડ નંબરને રિચાર્જ કરી શકો છો.

READ ALSO

Related posts

23એ મોદીનો દિવસ… પરંતુ જો વાત 24 સુધી ખેંચાઈ તો ભારે પડશે રાહુલ ગાંધી, અહીં જાણો શું છે ગણિત

Mansi Patel

મતદાનનાં એક દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં કર્યો પ્રચાર , કોંગ્રેસને ચૂંટણી પંચે ફટકારી નોટિસ

Mansi Patel

તેજપ્રતાપના ગાર્ડ્સે મીડિયાના કર્મચારીઓ સાથે કરી મારપીટ, તેજપ્રતાપનો આરોપ- ‘મારા પર કરવામાં આવ્યો જીવલેણ હુમલો’

Arohi
Do NOT follow this link or you will be banned from the site!