કચ્છના હરામી નાળામાંથી પાકિસ્તાની બોટ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. આજે બીએસએફે ફરી એક વખત હરામી નાળામાંથી પાંચ પાકિસ્તાની બોટ ઝડપી છે.

પશ્ચિમ કચ્છના સરહદી સાગર કાંઠે આવેલા હરામીનાળા વિસ્તારમાંથી આજે શુક્રવારે વધુ 5 પાકિસ્તાની બોટ સાથે 1 ઘૂસણખોર માછીમારને સલામતી દળોએ સર્ચ-ઓપરેશન દરમિયાન સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. ઘૂસણખોરને ઝડપવા માટે દળના જવાનોને હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પણ પડી હતી.

બીએસએફ દ્વારા પાકિસ્તાની બોટને પકડવા માટે 3 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું. બીએસએફ દ્વારા અત્યાર સુધીમાં 9 પાકિસ્તાની બોટ તેમજ 3 પાકિસ્તાનીને ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે જપ્ત કરાયેલી બોટમાંથી માછલી, એને પકડવાની જાળી અને સામગ્રી સિવાય કંઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી, પરંતુ હજુ પણ દરિયાઈ ક્રિક વિસ્તારમાં ઘૂસણખોર હોવાની સંભાવનાને લઈ સઘન તપાસ ચાલુ રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે પણ બીએસએફ દ્વારા 2 પાકિસ્તાનીને ઝડપી પાડવામાં આવ્યા હતા.
MUST READ:
- શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ
- કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે
- આવી ગઈ ઊડતી કાર, જાણો શું છે કિંમત, કેટલા લોકોએ કરાવી બુક
- લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ
- સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ