GSTV
Home » News » દાંતીવાડામાં BSFનાં જવાનોએ 1 હજાર વૃક્ષો રોપી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી

દાંતીવાડામાં BSFનાં જવાનોએ 1 હજાર વૃક્ષો રોપી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી

દાંતીવાડા બીએફએફ હેડક્વાર્ટર ખાતે  બીએસફની 199 બટાલિયન દ્વારા બીએસએફ કેમ્પસમાં 1 હજાર જેટલા અલગ અલગ પ્રકારના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.  જ્યાં બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.

તેમણે દેશના જવાનોનો આભાર માની કહ્યું હતું કે દેશ તેમનો રુણી છે. આ જવાનો સરહદે 24 કલાક દેશની રક્ષા કરે છે. ત્યારે વૃક્ષનું જતન પણ આબાદ વતન સૂત્ર દોહરાવી બીએસએફ કેમ્પસમાં 1000 વૃક્ષો વાવ્યા હતા.અને વધુમાં વધુ વૃક્ષો વાવવા લોકોને અપીલ કરી હતી.

બીએસએફના 109 બટાલિયનના કમાન્ડન્ટ અખિલેશકુમાર તીવારીએ કહ્યું હતું કે અમે દેશની રક્ષા કરીયે છીએ. તો સાથે સાથે વૃક્ષો વાવીને ધરતી માતાની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો અને સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત બીએસફના જવાનો જોડાયા હતા.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં ખૈબરમાં ખોદકામ દરમ્યાન મળ્યા હજારો વર્ષો જુના હિન્દુ સંસ્કૃતિના અવશેષો, જાણો

pratik shah

પહેલી ડે નાઈટ ટેસ્ટને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ, બરોડામાં કરાયું અનોખું આયોજન

Nilesh Jethva

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ બનાવી રહી છે વેબસાઈટ, એક ક્લિકે મળશે દરેક કાર્યકર્તાની માહિતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!