GSTV

5 વર્ષ બાદ પ્રથમવાર બીએસઈ શનિવારે ખૂલશે, આ દિવસે પણ શેરબજારમાં થશે ટ્રેડિંગ

1લી ફેબ્રુઆરી શનિવારે બજેટ રજૂ થવાનું છે, ત્યારે શેર બજારમાં પણ આ દિવસે ટ્રેડિંગ થશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા આ અંગે સત્તાવાર અધિસૂચના જાહેર કરવામાં આવી છે. શેર બજારમાં માત્ર સોમવારથી શુક્રવાર વચ્ચે જ કાર્ય થાય છે અને શનિવાર અને રવિવારે બજાર બંધ હોય છે. જો કે, આ વખતે શનિવારે બજેટ રજૂ થવાનું હોવાથી, તે દિવસે માર્કેટ પણ ચાલુ રહેશે.

આ પહેલાં 28 ફેબ્રુઆરી, 2015નાં રોજ પણ શેર બજારમાં બજેટવાળા દિવસે માર્કેટ ખુલ્લું રહ્યું હતું, તે દિવસે પણ શનિવાર જ હતો. ત્યારે તત્કાલિન નાણા મંત્રી અરૂણ જેટલીએ બજેટ રજૂ કર્યુ હતું. બીએસઈની સુચના મુજબ 1લી ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યાથી બપોરે 3-30 વાગ્યા સુધી ટ્રેડિંગ થશે. આ દરમિયાન રોકાણકારો સોમથી શુક્ર થતાં ટ્રેડિંગની જેમ જ કારોબાર કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, બજેટ દરમિયાન હંમેશા શેર બજાર ખુલ્લું રહે છે, તે દિવસે નાણા મંત્રીના બજેટ ભાષણથી માર્કેટમાં ભારે ઉતાર-ચડાવ પણ જોવા મળે છે. આ વખતે બજેટ ઘણું મહત્વનું છે કેમકે આ બજેટ એવા સમયે રજૂ થવાનું છે જ્યારે અર્થવ્યવસ્થામાં હાલ સુસ્તી જોવા મળી રહી છે અને GDP ગ્રોથ 5 ટકાએ રહ્યો છે.

READ ALSO

Related posts

VIDEO/ WWEની રીંગમાં રાખીની એવી ધોલાઈ કરી નાખી કે, સીધી હોસ્પિટલમાં ભરતી કરાવી પડી

Pravin Makwana

આ રાજ્યમાં શરૂ થશે QR કોડ આધારિત હેલ્થ કાર્ડ, હેલ્થકેર ફેસિલિટીથી લઇને તમામ જાણકારી માત્ર એક ક્લિકમાં

Mansi Patel

મોદી સરકારની દરખાસ્ત ખેડૂતોએ ફગાવી/ કૃષિ કાયદા રદ કરવાની માગ પર અડગ રહ્યા ખેડૂત સંગઠન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!