કોરોનાના વધતા કેસોના કારણે રોકાણકારોની ચિંતા વધી ગઇ છે. તેના પગલે શેર બજારમાં સોમવારે સતત પાંચમા દિવસે કડાકો નોંધાયો છે. BSE સેંસેક્સ 1024 અંકોના ભારે ઘટાડા સાથે 49865.35 પર બિઝનેસ કરી રહ્યુ છે. સવારે ઇંડેક્સે દિવસના સૌથી ઉંચા સ્તર 50,986.03ને પણ ટચ કર્યુ.
સેંસેક્સમાં ટેક મહિન્દ્રા અને M&Mના શેરોમાં સૌથી વધુ 4-4 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત રિલાયંસ અને SBIના શેરોમાં 2-2 ટકાનો ઘટાડો છે. સાથે જ TCSમાં પણ 3 ટકાનો ઘટાડો છે. બીજી બાજુ ONGC અને HDFC બેંકના શેરોમાં 2 ટકાનો વધારો થયો છે.
IT, ઓટો અને બેંકિંગ શેરોમાં વેચાણ
રોકાણકાર બેકિંગ, ઓટો અને IT સેકટરના શેરોમાં વેચાણ કરી રહ્યા છે. તેમાં 2ટકાથી વધુનો ઘટાડો થયો છે. નિફટી ઈંડેકસ પણ 211 અંક નીચે 14,769.90 વેપાર કરી રહ્યો છે. મેટલ શેરોમાં ખરીદદારીને જોતા ઈંડેકસ 2.80 ટકાના વધારા સાથે 3,651.60પર કારોબાર કરી રહ્યો છે. હિન્દુસ્તાન કોપરનો શેર 16 ટકા ઉપર છે.

ભારે વિદેશી રોકાણ સતત ચાલુ
આર્થિક સુધારા અને બજેટ આધારિત ભાવનાને લીધે રોકાણકારોએ ભારે રોકાણ કર્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો (એફપીઆઈ) એ 1 થી 19 ફેબ્રુઆરી દરમિયાન 24,965 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ઇક્વિટી માર્કેટમાં 24,204 કરોડ રૂપિયા અને દેવું અથવા મની માર્કેટમાં રૂ. 761 કરોડનું રોકાણ કર્યું છે.
એકસચેંજ પર 3,025 શેરોમાં કારોબાર કરી રહ્યો છે. તેમાં 1,036 શેર વધારા અને 1,823ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. લિસ્ટેડ કંપનીઓનો માર્કેટ કેપ 201.51 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. શુક્રવારે તે 203.98 લાખ કરોડ રૂપિયા હતો.

ઘટાડા સાથે બંધ થયુ બજાર
શેર બજારમાં સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ થયુ હતુ. સેંસેકસ 434 અંકોના ઘટાડા સાથે 50,889.76 પર અને નિફટી 137 અંક નીચે 14,981.75 પર બંધ થયો હતો. NSE પ્રોવિઝનલ ડેટા અનુસાર વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 118.75 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. જયારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 1,174.98 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
ગ્લોબલ માર્કેટમાં ઉતાર-ચઢાવ
ગ્લોબલ માર્કેટમાં હોંગકોંગ ઈંડેકસ 419 અંક, ચીનનો શાંઘાઈ કંપોઝિટ ઈંડેકસ 53 અંક અને કોરિયાનો કોસ્પી ઈંડેકસ 27 અંક નીચે કારોબાર કરી રહ્યા છે. તો બીજી તરફ જાપાનનો નિક્કેઈ ઈંડેકસ 153 અંકોના વધારા સાથે 30,171 પર કારોબાર કરી રહ્યો છે. તે પહેલા યૂરોપ અને અમેરિકાના શેર બજારો પણ સપાટ બંધ થયા હતા.
READ ALSO
- ખાસ વાંચો / આ બાઈકથી માત્ર 7 રૂપિયામાં કરો 100 કિલોમીટરની મુસાફરી, જાણો પુરી માહિતી
- રીવરફ્રન્ટ પર વધશે સુરક્ષા/ બે વર્ષમાં એક બે નહીં આટલા લોકોએ કરી આત્મહત્યા, વીસ જેટલી પોલીસ ચોકી બનાવાશે
- Jioના આ શાનદાર પ્લાનમાં એકવાર રિચાર્જ કરીને આખુ વર્ષ કરો અનલિમિટેડ વાતો, મળશે FREE ડેટાનો લાભ પણ
- સાબરકાંઠા/ 120 જવાનોનો કાફલો ખડક્યો ત્યારે નીકળ્યો યુવકનો વરઘોડો, આ કારણે પોલીસ છાવણીમાં ફેરવાયુ આખુ ગામ
- Women’s Day/હવે કંપનીઓની લીડરશિપ કરશે મહિલાઓ! જોબ, પગાર, પ્રમોશનમાં મળશે સમાનતા