GSTV

CBSE પરિણામ/ ધોરણ 12નું રેકોર્ડબ્રેક રિઝલ્ટ, બોર્ડના ઈતિહાસ પ્રથમવાર હાઈએસ્ટ પરિણામ

પરિણામ

Last Updated on July 31, 2021 by Damini Patel

સીબીએસઈ દ્વારા આજે ધો.૧૨નું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે.જે રેકોર્ડબ્રેક ૯૯.૩૭ ટકા રહ્યુ છે. બોર્ડના ઈતિહાસ પ્રથમવાર આટલુ હાઈએસ્ટ પરિણામ જાહેર થયુ છે.કુલ ૧૩૦૪૫૬૧ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયુ છે અને ૬૫ હજારથી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર ન કરાતા પેન્ડિંગ રાખવામા આવ્યુ છે.ધો.૧૦ ,૧૧ અને ૧૨ સહિતના ત્રણ વર્ષના પરિણામથી તૈયાર કરાયેલા રિઝલ્ટમાં ૯૫ ટકાથી વધુ સ્કોર મેળવનારા વિદ્યાર્થીઓ વધીને ૭૦ હજાર થયા છે.

આ રીતે નક્કી કરાયું પરિણામ

jee result

કોરોનાને પગલે ધો.૧૨ની પરીક્ષા કેન્દ્ર સરકારે રદ કરતા પરિણામની ફોર્મ્યુલા માટે ૧૩ સભ્યની કમિટી રચી હતી અને જેના દ્વારા નક્કી કરાયેલી ફોર્મ્યુલા મુજબ ધો.૧૦ના ૩૦ ,ધો.૧૧ના ૩૦ અને ધો.૧૨ની પરીક્ષાઓના ૪૦ ટકાથી પરિણામ તૈયાર કરાયુ છે.જે બોર્ડના ઈતિહાસમાં પ્રથમવાર ૯૫ ટકાથી વધુ રહેતા ૯૯.૩૭ ટકા જાહેર થયુ છે.આ વર્ષે માત્ર ૦.૪૭ ટકા એટલે કે ૬૧૪૯ વિદ્યાર્થીઓ જ નાપાસ થયા છે.આ ફોર્મ્યુલા આધારીત પરિણામમાં ૯૫ ટકાથી વધુ સ્કોર મેળવનારા વિદ્યાર્થી ૩૮૬૮૬ વધીને ૭૦,૦૦૪ થયા છે .જ્યારે ૯૦થી૯૫ ટકા મેળવનારા વિદ્યાર્થીઓ ૧,૫૭,૯૩૪ થી ઘટીને આ વર્ષે ૧,૫૦,૧૫૨ થયા છે.ગત વર્ષ કરતા આ વર્ષે દેશનું પરિણામ ૧૦થી પણ વધ્યુ છે.ગત વર્ષે ૮૮.૭૮ ટકા પરિણામ હતુ ત્યારે આ વર્ષે ૯૯.૩૭ ટકા જાહેર થયુ છે અને રેકોર્ડબ્રેક રિઝલ્ટ છે.વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓના પરિણામમાં આ વર્ષે ૬ ટકા જેટલો તફાવત છે.

પરિણામો

બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા રિઝલ્ટમાં ધો.૧૦ના કમ્પાર્ટમેન્ટ રિઝલ્ટને પણ ધ્યાને લેવાયુ છે.કેન્દ્રિય વિદ્યાલયોનું પરિણામ આ વર્ષે ૧૦૦ ટકા રહ્યુ છે અને જેએનવી સ્કૂલોનું પરિણામ ૯૯.૯૪ ટકા રહ્યુ છે.સરકારી સ્કૂલોનું ૪.૭૮ ટકા અને ગ્રાન્ટેડ સ્કૂલોનું ૭.૯૨ ટકા પરિણામ વધ્યુ છે. ગત વર્ષે જ્યાં ૮૭૬૫૦ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા ત્યારે આ વર્ષે માત્ર ૬૧૪૯ નાપાસ થયા છે.સીબીએસઈ દ્વારા ૬૫ ૧૮૪ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયુ નથી જે પ્રોસેસમાં છે અને ૫ ઓગસ્ટ સુધી જાહેર થશે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા ૧૬ ઓગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન લેવાશે.

Read Also

Related posts

ચીનની સૌથી મોટી રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે નાદારીના આરે, રૂ.23 લાખ કરોડનું દેવું

Damini Patel

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!