GSTV
Home » News » Honda Activa 125 નવા BS-6 એન્જીન સાથે થયું લોન્ચ, મળશે બીજુ પણ ઘણું બઘુ ખાસ

Honda Activa 125 નવા BS-6 એન્જીન સાથે થયું લોન્ચ, મળશે બીજુ પણ ઘણું બઘુ ખાસ

ભારતમાં હવે BS-6 એન્જીન વાળા વાહનોને લોન્ચ થવા જઈ રહ્યા છે. હોન્ડા 2 વ્હીલર્સ પણ આજે દિલ્હીમાં પોતાનું નવુ BS-6 ટૂ-વ્હીલર લોન્ચ કરવા જઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ એક્ટિવા 6G   હોઈ શકે છે. કારણ કે હોન્ડાના એક સ્કૂટરને ટેસ્ટિંગ સમયે ઘણી વખત જોવામાં આવ્યું છે.

ફ્યુલ એન્જીન ટેક્નિક

સૂત્રોના જણાવ્યા અનુસાર 12 જૂને એક્ટિવા BS-6 જ લોન્ચ થઈ શકે છે અને તેના એન્જીનમાં ફ્યૂલ ઈન્જેક્શન ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે. જોકે નવા મોડલની કિંમતની કોઈ પણ પ્રકારની જાણકારી કંપની દ્વારા આપવામાં આવી નથી. પરંતુ એમ માનવામાં આવી રહ્યું છે કે તેને 62 હજારની આજુબાજુ લોન્ચ કરવામાં આવી શકે છે. આટલું જ નહીં નવા મોડલની કિંમત હાલના મોડલ કરતા 3થી5 હજાર સુધી વધુ હોઈ શકે છે.

Activa 6G

સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે લોન્ચ થવા વાળુ નવું મોડલ Activa 6G હશે અને આ BS-6 એન્જીનથી સજ્જ હશે. હોન્ડા નવા Activa 6Gને નવા પ્લેટફોર્મ પર બનાવી શકે છે અને તેમાં ટેલેસ્કોપિક ફ્રંટ સસ્પેન્શનની સાથે ટ્યૂબલેસ ટાયર્સનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ફીચર્સની વાત કરવામાં આવે તો તેમાં ડિજીટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, LED લાઈટિંગ, સ્માર્ટફોન કનેક્ટિવિટી અને નેવિગેશન જેવા ફિચર્સ આપવામાં આવી શકે છે.

Read Also

Related posts

અમદાવાદના આ સ્ટેડીયમમાં ઉજવાશે રાજયકક્ષાનો યોગ દિવસ

Nilesh Jethva

ઉપ સરપંચ હત્યા કેસ : પરિવાર અને સરકાર વચ્ચેની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં થશે સમાધાન

Nilesh Jethva

સુરતના વેડ રોડ પર લુમ્સના ખાતામાં લાગી આગ, ત્રણ ફાયર ફાયટરની ગાડી ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!