GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

જો તમે પણ 31 માર્ચ બાદ કોઈ વાહન ખરીદ્યુ હશે તો ભરાઈ જશો, હવે આવી ગયો છે આ નવો નિયમ

સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય કરતા BS-IV વાહનો પર પોતાના 27 માર્ચ 2020ના રોજ આપેલા આદેશને પાછો લીધો છે. હવે 31 માર્ચ બાદ વેચાયેલા તમામ BS-IV વાહોનોનું રજીસ્ટ્રેશન થશે નહીં. BS-IV વાહનોના વેચાણ અને રજીસ્ટ્રેશનને લઈ થઈ રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર એસોશિએશનને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યુ હતું કે, દેશમાં એક નિશ્ચિત સંખ્યામાં વાહનોના વેચાણ માટે મંજૂરી આપેલી છે. પણ કાર બનાવતી કંપનીઓ તેનો ખોટો ફાયદો ઉઠાવે છે. એટલા માટે હવે જૂનો આદેશ પાછો લઈ રહ્યા છે. આ મામલે આગામી સુનાવણી 23 જૂલાઈના રોજ થશે.

જેને આ વાહનો ખરીદ્યા છે તેમનું શું થશે ?

31 માર્ચ બાદ વેચાયેલા BS-IV ગાડીઓનું રજીસ્ટ્રેશન નહીં થા. મતલબ એવો થાય કે, જો 31 માર્ચ પહેલા વેચાણ થયું છે તો જ તેનું રજીસ્ટ્રેશન થશે. જો ડીલરે ઈ-વાહન પોર્ટલ પર ડેટા અપલોડ નથી કર્યો તો, તેનું વેચાણ માન્ય ગણાશે નહીં. એટલા માટે ગ્રાહકોને મોટો ઝટકો લાગશે.

શું છે આખો મામલો

27 માર્ચના રોજ BS-IV વાહન વેચતી કંપનીઓને 10 દિવસ વધારાના આપવામાં આવ્યા હતા. લોકડાઉનના કારણે વેચાણ માટે 10 દિવસનો સમય માગ્યો હતો. ત્યારે હવે આ સમય પુરો થઈ જતાં સુપ્રીમ કોર્ટે વેચાણને લઈ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કંપનીઓેને 1,05,000 ગાડીઓ વેચવાની મંજૂરી આપી હતી, પણ ઓટો કંપનીઓએ 10 દિવસમાં 2,55,000 ગાડીઓ વેચી નાખી.

આવો જાણીએ આ સાથે જોડાયેલી અન્ય વાતો…

શું હોય છે BS What is BS Norms in India)-

બીએસનો અર્થ થાય છે ભારત સ્ટેજ જેનો સંબંધ પ્રદૂષણ માપદંડો સાથે હોય છે. ભારત સ્ટેજ ઉત્પાદન ખાસ કરીને 2 વ્હીલર અને 4 વ્હીલર માટે છે. જેને પાર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય અંગર્ત કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નક્કી કરે છે.

જો સામાન્ય ભાષામાં કહીએ તો, આ વાહનો ઓછા પ્રદૂષણ કરશે. આપને જણાવી દઈએ કે, ભારત સરકારે વર્ષ 2000માં બીએસ પ્રદૂષણ માપદંડની શરૂઆત છે. ભારત સ્ટેજ એટલે કે, ભારત સ્ટાર્ડડ માપદંડ યુનિયન નિયમો પર આધારિત છે.

બીએસ -6 આવવાથી શું થશે

વાહન કંપનીઓ જે પણ નવા અને હલ્કા વાહનો બનાવશે, જેમાં ફિલ્ટર લગાવવાની જરૂરી થઈ જશે. બીએસ-6 માટે ખાસ પ્રકારના ડીઝલ પાર્ટિકુલેટ ફિલ્ટરની જરૂર રહેશે.

જેના માટે વાહનના બોનેટમાં વધુ જગ્યાની જરૂર રહેશે નહીં. નાઈટ્રોઝનનું ઓક્સાઈડ્સને ફિલ્ટર કરવા માટે સેલેક્ટિવ કેટેલિટિક રિડક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરવો ફરજિયાત થઈ જશે.

હવામાં પ્રદૂષણ ઓછુ કરવામાં મદદ મળશે. હવામાં ઝેરીલા તત્ત્વો ઓછા થશે. શ્વાસ લેવામાં સુવિધા રહેશે. બીએસ-4ની સરખામણી બીએસ -6 માં પ્રદૂષણ ફેલાવતા ઝેરી ત્તત્વો ઓછા હોય છે.

READ ALSO

Related posts

કોરોના રોગમાં 200 કે 500 કરોડની નહીં 1400 કરોડ રૂપિયાની લોકોએ હોસ્પિટલમાં કરાવી સારવાર, દાવાઓ એક લાખે પહોંચ્યા

Dilip Patel

કાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો આ કારોની ખરીદી પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ

Mansi Patel

લોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી કરી જાહેર, રેપોરેટ દર યથાવત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!