GSTV
Home » News » 6 વર્ષની માસૂમ બની હેવાનિયતનો ભોગ, નરાધમે એવી હાલત કરી કે શરીરના એક-એક અંગ પર લેવા પડ્યા ટાંકા

6 વર્ષની માસૂમ બની હેવાનિયતનો ભોગ, નરાધમે એવી હાલત કરી કે શરીરના એક-એક અંગ પર લેવા પડ્યા ટાંકા

દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં બળાત્કાર પીડિત 6 વર્ષની એક માસૂમ બાળકને દાખલ કરવામાં આવી છે. રવિવારે રાતે એક રિક્ષાવાળાએ એક બાળકીને પોતાની હવસનો ભોગ બનાવી છે. ડોક્ટરોએ જણાવ્યા અનુસાર જ્યારે બાળકીને હોસ્પિટલ લાવવામાં આવી હતી તો તેની હાલત એટલી ખરાબ હતી કે તેના શરીરના દરેક અંગ પર ટાંકા લેવા પડ્યાં.

આજે બાળકી પોતાની આંખ પણ મુશ્કેલીથી ખોલી શકે છે. તેને એટલી પીડા થઇ રહી છે કે તેના રડવાનો અવાજ પણ નથી નીકળી રહ્યો. બાળકીના શરીર પર જગ્યાએ-જગ્યાએ બચકા ભરવાના અને નખના નિશાન છે. ડોક્ટરોનું કહેવું છે કે બાળકીને સંપૂર્ણ રીતે સ્વસ્થ થતાં ઓછામાં ઓછુ એક વર્ષ થશે.

બાળકીને મળવા પહોંચેલી દિલ્હીની મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જણાવ્યું કે તેમણે ગત 4 વર્ષમાં રેપના શિકાર બનેલી એવી કોઇ બાળકી નથી જોઇ જેમાં બાળકીની આવી હાલત કરવામાં આવી હોય. એવું લાગી રહ્યું છે જાણે કે બાળકીને દોરાથી સીવી દેવામાં આવી હોય.

સૂતેલી બાળકીને ઉઠાવી ગયો રિક્ષા ચાલક

પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત બાળકી જનકપુરી વિસ્તારની રહેવાસી છે. રવિવારે રાતે તે પોતાના પરિવાર સાથે સૂઇ રહી હતી. તે જ સમયે આરોપી રિક્ષા ચાલક અરુણ તેને ઉઠાવીને લઇ ગયો. તેણે બાળકી પર બળાત્કાર ગુજાર્યો અને તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ આ દરમિયાન કેટલાંક લોકોએ તેને જોઇ લીધો. ઘટનાની જાણ થતાં જ ભીડ એકઠી થવા લાગી.

ઘટના સ્થળે પહોંચીને પોલીસે આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી લીધી. સાથે જ જાણકારોનું કહેવું છે કે બાળકીની હાલત ચિંતાજનક છે. જણાવી દઇએ કે તાજેતરમાં જ દ્વારકામાં પણ આ જ રીતે એક બાળકી હેવાનિયતનો ભોગ બની હતી. ડોક્ટરોએ મજબૂર થઇને ઇન્ફેક્શન ફેલાવાના ભયથી પીડિતાના બે અંગો બંધ કરવા પડ્યાં હતા.

Read Also

Related posts

ગુજરાતના આ ગામમાં એવુ તે શું થયું કે ઘરોમાં લાગવા મંડ્યા ટપોટપ તાળા

Nilesh Jethva

સૈફની લાડલીએ ‘લવ આજ કલ’ના આ ગીત પર લગાવ્યા ઠુમકા, દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે વીડિયો

Ankita Trada

બુર્કિના ફાસોનાં ચર્ચમાં આતંકી હુમલામાં 24નાં મોત, હુમલાખોરોએ લોકો ઉપર અંધાધુંધ ગોળીઓ વરસાવી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!