જાપાનનાં વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમદાવાદનાં બીઆરટીએસ રૂટમાં ઘણા ફેરફાર કરાયા છે. જેમાં કેટલાક રૂટને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જ્યારે અમુક રૂટમાં આંશિક ફેરફાર કરાયો છે. ઉપરાંત અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરના અનેક રસ્તાઓ ડાયવર્ટ કર્યા છે. શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા એડવાયઝરી જાહેર કરવામાં આવી છે.
એરપોર્ટ જવા માટે શાહીબાગથી ડફનાળા સુધીનો બન્ને તરફનો રસ્તો બંધ રહેશે. તેના વિકલ્પમાં એરપોર્ટ જવા માટે એસ.જી હાઈવેથી વૈષ્ણોદેવી સર્કલ, ઝુંડાલ સર્કલ, અપોલો સર્કલ સુધીના એસ.પી રિંગ રોડનો ઉપયોગ કરી ઈન્દિરા બ્રિજ સર્કલ થઈ એરપોર્ટ રોડનો ઉપયોગ કરી શકાશે.
કોટ વિસ્તાર તથા પૂર્વ વિસ્તારમાંથી એરપોર્ટ જવા માટે દિલ્હી દરવાજા શાહીબાગ ઓવરબ્રિજ થઈ મેઘાણીનગર અને મેમ્કો ચાર રસ્તા થઈ નરોડા પાટિયાનાથી ગેલેક્ષી અંડરબ્રિજ થઈ એરપોર્ટ જઈ શકાશે. નાના ચિલોડાથી નોબલનગરથી ઈન્દિરાબ્રિજ સર્કલ થઈ હાંસોલથી એરપોર્ટ જઈ શકાશે. કાલુપુર સર્કલથી મેમ્કો ચાર રસ્તા અને ત્યાંથી ગેલેક્ષી અંડરપાસ ક્રોસ કરીને એરપોર્ટ જઈ શકાશે.
ડફનાળાથી રિવરફ્રન્ટ રોડ, રિવરફ્રન્ટ પીકનીક હાઉસ, શિલાલેખ ચાર રસ્તા, સુભાષબ્રિજ, સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમ, ગાંધીઆશ્રમથી ચંદ્રભાગા સુધીનો રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તેના વિકલ્પમાં દિલ્હી દરવાજાથી સાબરમતી જવા દુધેશ્વર, દધિચીબ્રિજ થઈ વાડજ અને ત્યાંથી ચિમનભાઈ પટેલ ઓવરબ્રિજ ક્રોસ કરીને સાબરમતી જઈ શકાશે.
દિલ્હી ચકલાથી ત્રણ ખુણિયા બગીચાથી મિરઝાપુર રોડ
દિલ્હી ચકલાથી ત્રણ ખુણિયા બગીચાથી મિરઝાપુર રોડથી વિજળી ઘર સુધીનો રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તેના વિકલ્પમાં દિલ્હી ચકલાથી ઘી-કાંટા રોડનો ઉપયોગ કરી શકાશે. દિલ્હી ચકલાથી જોર્ડન રોડ થઈ પ્રેમ દરવાજાથી કાળુપુર જઈ શકાશે. જિલ્લા પંચાયત લાલ દરવાજાથી જીજાબાઈ ચોક અને રૂપાલી સિનેમા સુધીનો રોડ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેના વિકલ્પમાં વિકટોરિયા ગાર્ડનથી ખમાસા થઈ ત્રણ દરવાજા જઈ શકાશે. વિકટોરિયા ગાર્ડન થઈ રિવરફ્રન્ટના રોડનો ઉપયોગ કરી શકાશે.
નહેરૂબ્રિજના પશ્વિમ છેડેથી રૂપાણી સિનેમા તરફનો રસ્તો બંધ રહેશે. તેના વિકલ્પમાં નહેરૂબ્રિજ ચાર રસ્તાથી ટાઉનહોલ ચાર રસ્તા થઈ એલિસબ્રિજથી રાયખડ તરફ જતાં રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
બીઆરટીએસ રૂટ બંધ
04 | ઝૂંડાલ સર્કલ-કોમર્સ 6 રસ્તા |
03 | આરટીઓ-મણિનગર |
12 | આરટીઓ-હાટકેશ્વર |
101 | આરટીઓ સરક્યુલર |
201 | આરટીઓ એન્ટી સરક્યુલર |
1000 | એરપોર્ટ શટલ |
બીઆરટીએસ રૂટમાં ફેરફાર
07 | નારોલ-ઝૂંડાલને બદલે નારોલથી ગુરૂદ્વારા (દૂધેશ્વર) |
02 | સાયન્સ સીટી-ઓઢવને બદલે ઓઢવ રિંગ રોડથી ગુરૂદ્વારા (દૂધેશ્વર) |
09 | સોલા ભાગવત-મણિનગર, મણિનગર-એલ.ડી. એન્જી. કોલેજ સુધી શટલ |