GSTV

માસિકની પીડા અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે બ્રાઉન શુગર, ફાયદાઓ જાણ્યા પછી ખાવાનું ચાલુ કરી દેશો

Last Updated on June 25, 2021 by Harshad Patel

મીઠી વાનગીઓ બનાવવા માટે મોટે ભાગે સફેદ ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. ખાંડ બે પ્રકારના હોય છે. તેમાં વ્હાઈટ સુગર અને બ્રાઉન સુગર શામેલ છે. ગોળ અને સફેદ ખાંડ નાખીને બ્રાઉન સુગર તૈયાર કરવામાં આવે છે. આ કારણે તેનો રંગ ભૂરો- બ્રાઊન હોય છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન બી જેવા ગુણધર્મો છે. સફેદ ખાંડ કરતાં બ્રાઉન સુગર ઓછી રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તેથી બ્રાઉન સુગર આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. બ્રાઉન સુગરના ઘણાં લાભ હોય છે.

વજન ઓછું કરવા માટે મહત્ત્વની

સફેદ ખાંડની તુલનામાં બ્રાઉન સુગર ઓછી હોય છે. ગોળ મેટાબોલિઝમ રેટને ખૂબજ ઝડપી વધારે છે. તે ભૂખ ઘટાડવામાં મદદ કરે છે. તેથી તે તમારું વજન ઘટાડવામાં તમારી સહાય કરી શકે છે. વધારે પ્રમાણમાં વપરાશ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

બ્રાઉન સુગરને સ્ક્રબર તરીકે ઉપયોગ કરી શકો

બ્રાઉન સુગરમાં વિટામિન બી હોય છે. તે વૃદ્ધાવસ્થાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં ખનિજ તત્વો જોવા મળે છે. તે ત્વચાની કોષિકાઓ માટે ફાયદાકારક છે. ત્વચાને તેજ બનાવવા માટે તમે બ્રાઉન સુગરને સ્ક્રબર તરીકે ઉપયોગ કરી શકો છો.

અસ્થમાની સારવાર માટે ઉપયોગી

અસ્થમાના દર્દીઓ સફેદ ખાંડને બદલે બ્રાઉન સુગરનો ઉપયોગ કરી શકે છે. તેમાં હાજર એન્ટિ-એલર્જિક ગુણધર્મો અસ્થમાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

માસિક પીડા ઘટાડવા માટે

બ્રાઉન સુગરમાં પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે. પોટેશિયમ સ્નાયુઓને આરામ પહોંચાડવાનું કામ કરે છે. પીરિયડ્સ દરમિયાન તેનું સેવન કરવાથી પીડામાં રાહત મળે છે.

પાચક તંત્રને સ્વસ્થ રાખવા માટે

બ્રાઉન સુગર પાચન તંત્ર માટે ફાયદાકારક છે. તે પેટને લગતી ઘણી સમસ્યાઓ દૂર રાખવામાં મદદ કરે છે. તે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. પાચક તંત્રને સ્વસ્થ રાખવા માટે, તમે એક ગ્લાસ ગરમ પાણીમાં આદુ સાથે એક નાની ચમચી બ્રાઉન સુગર મેળવી શકો છો.

એન્ટિસેપ્ટિક તરીકે ઉપયોગ કરી શકાય

બ્રાઉન સુગરમાં એન્ટી ઈનફ્લેમેટરી (બળતરા વિરોધી) અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. તેમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે. આ સંક્રમણ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. તેથી તમે તેનો ઉપયોગ એન્ટિસેપ્ટિક તરીકે કરી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Tokyo Olympic / સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુને મળશે 1 કરોડ રૂપિયા, મણપુર સરકારે કરી જાહેરાત

Zainul Ansari

તણાવ / જિનપિંગની પહેલી તિબેટ યાત્રાનો ઇશારો અરૂણાચલ સરહદ તરફ, ચીનની હરકતો પર ભારતની બાજ નજર

Dhruv Brahmbhatt

કામનું / વાગવા-છોલાવા પર ડોક્ટર પાસે જવાની જરૂર નથી, કિચનમાં ઉપલબ્ધ આ 5 વસ્તુથી દૂર થશે ઇન્ફેક્શન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!