INDvAUS : ટેસ્ટ મેચ પહેલાં આ ક્રિકેટરના ભાઇની થઇ ધરપકડ, આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ હોવાનો આરોપ

ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાના ભાઇ અર્શકાન ખ્વાજાની પોલીસે મંગળવારે ધરપકડ કરી લીધી છે. અર્શકાન પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે એક બોગસ સૂચી બહાર પાડી હતી જેમાં આતંકીઓના નિશાને રહેલા લોકોના નામ સામેલ હતા. તેમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી મેલ્કન ટર્નબુલનું નામ પણ હતું.

પોલીસે જણાવ્યા અનુસાર, 39 વર્ષીય અર્શકાનની સીડનીથી ધરપકડ કરવામાં આવી છે. તેની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ધરપકડ ઓગસ્ટમાં ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર મળેલા દસ્તાવેજના આધારે કરવામાં આવી છે. તેમાં આતંકી કાવતરૂં અને તેની હિટ લિસ્ટ સામેલ હતી.

અર્શકાનના સાથીની પણ ધરપકડ

ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, અર્શકાન યુનિવર્સિટીમાં મોહમ્મદ કામર નિજામદેનના સાથી છે. નિજામદેનની પહેલાં જ આ મામલે ધરપકડ થઇ ચુકી છે. જો કે પછીથી લખાણ સાથે દસ્તાવેજ મેળ ખાતા ન હોવાથી તેને મુક્ત કરી દેવામાં આવ્યો હતો.


પાકિસ્તાની મૂળના ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજા ગુરુવારે ભારત સામે ચાર ટેસ્ટની સીરીઝની પહેલી મેચ રમવા ઉતરશે. તેણે ટેસ્ટ કરિયરમાં હજુ સુધી 35 મેચમાં 2455 રમન બનાવ્યાં છે. આ દરમિયાન તેની સરેરાશ 43.83ની રહી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter