GSTV
Home » News » કેશોદમાં જમીન બાબતે ખેલાયો ખુની ખેલ, સગા ભાઈએ જ બહેનની કરી આવી હાલત

કેશોદમાં જમીન બાબતે ખેલાયો ખુની ખેલ, સગા ભાઈએ જ બહેનની કરી આવી હાલત

કેશોદમાં જમીનના ડખ્ખા બાબતે મહિલાની તેમના ભાઇ, ભાભી, ભત્રીજા દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેમાં શકમંદ તરીકે 5 આરોપીઓ સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી. જેમાંથી 4 ની અટક કરી પોલીસે તપાસ હાથ ધરી હતી.

કેશોદના ગેલાણાં ગામે એકલી રહેતી વંદનાબેન ઉર્ફે ચંદ્રિકાબેન કરસનભાઇ સેજાણીની જમીનના ડખ્ખા બાબત તેમના જ ભાઇ, ભત્રીજા અને બંન્ને પત્નીઓ દ્વારા મારમારી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી દેવાય હતી. જેનાં શકમંદ તરીકે મરનારના ભાઇ સુધીર કરસનભાઇ સેજાણી તેની પત્ની અસ્મિતા સુધીર સેજાણી ભત્રીજો ભુમિત જયસુખભાઇ સેજાણી અને તેની પત્ની કિંજલ ભુમિત સેજાણી ઉપરાંત વજુ ઉર્ફે ડુગી વશરામભાઇ સેજાણી વિરૂધ્ધ પોલીસે ફરીયાદ નોંધી હતી.

જેમાંથી સુધીર, અસ્મિતા, ભુમિત તેમજ કિંજલની પોલીસે અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલ 3 લાકડી, મોબાઇલ તેમજ 2 બાઇક મુદ્દામાલ પોલીસે કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

અંતે ટ્રમ્પ અને મોદીના રોડ શોના યજમાન કોણ હશે તે વાતની થઈ સ્પષ્ટતા

Nilesh Jethva

અમદાવાદના આ વિદ્યાર્થીઓ ટ્રમ્પને ભારતીય દેશી શરીર સૌષ્ઠવરૂપી શૌર્ય દર્શાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!