GSTV
Gujarat Government Advertisement

લોકડાઉનમાં એમ્બ્યુલન્સ ન મળતાં પ્રસવપીડાથી તડપતી બહેનને ભાઈ હાથલારીમાં દવાખાને લઈ ગયો

Last Updated on April 4, 2020 by

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરાયું છે. લોકડાઉન થવાને કારણે અવર જવરના સાધનો એટલે કે ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ ગયું છે. આ કારણે સૌથી વધારે મુશ્કેલીઓ દર્દીઓની થઈ છે. જો કે, સરકારે કહ્યું હતું કે જ્યારે તબીબી કટોકટી હોય ત્યારે હોસ્પિટલોમાં તબીબી સેવાઓ ચાલુ રહેશે તેમ કહ્યું છે પરંતુ હજી પણ ઘણી જગ્યાએ તબીબી સેવાઓ લોકોને યોગ્ય સમયે મળતી નથી એ પણ હકિકત છે.

બહેનને રેકડી ઉપર સુવડાવીને દવાખાને પહોંચાડી

આવો જ એક કિસ્સો અસમના ધુબરી જિલ્લાનો સામે આવ્યો છે, જ્યાં એક ભાઈને તેની સગર્ભા બહેનને સિવિલ હોસ્પિટલમાં જવાનું કોઈ સાધન મળી શક્યું ન હતું, ત્યારબાદ તેણે જાતે જ પ્રસવ પીડાથી પીડાતી બહેનને રેકડી ઉપર સુવડાવીને 3થી 4 કિલોમીટર ચલાવીને દવાખાને પહોંચાડી. ગર્ભવતી મહિલાના ભાઈનું નામ અલોપ હુસૈન છે. તેનો આરોપ છે કે એણે કેટલીય વાર 108 એમ્બ્યુલન્સ ઓપરેટરને ફોન લગાવ્યો પરંતુ તેમના તરફથી કોઈ જવાબ ના મળ્યો. જે બાદ તેણે પોતાની બહેનને હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું હતું.

આ દૃશ્ય ખૂબ જ હ્રદયસ્પર્શી અને પીડાદાયક હતું

આ માટે તે પ્રસવ પીડાથી તડપતી બહેનને હાથલારી પર સુવડાવીને 2થી 4 કિમી દુર બિરસીંહ જેરુઆ ચારથી ધુબરીની સિવિલ હોસ્પિટલમાં ગયો હતો. ધુબરીના કેટલાક લોકો કહે છે કે જ્યારે તેઓએ એક યુવાનને બાળજન્મથી પીડાતા મહિલાને હાથલારી ઉપર દવાખાને લઈ જતો જોયો હતો. આ દૃશ્ય ખૂબ જ હ્રદયસ્પર્શી અને પીડાદાયક હતું.

મેં ઘણી વાર 108 ને ફોન કર્યો

તેણે કહ્યું કે જ્યારે અમે યુવકને આ બાબતે પૂછ્યું ત્યારે તેણે કહ્યું, ‘મારું નામ એલોપ હુસેન છે. હું ફકીરગંજ વિસ્તારમાં ધુબરી જિલ્લા અંતર્ગત આવતા ઝારુઆ ચાર પર રહું છું. જ્યારે મારી બહેન પ્રસવ પીડાથી તડપતી હતી ત્યારે મેં ઘણી વાર 108 ને ફોન કર્યો હતો પરંતુ ઘણી વાર ફોન કર્યા પછી એમ્બ્યુલન્સ આવી ન હતી. આખરે વહેલી તકે તેને ઢીબરી સિવિલ હોસ્પિટલ પહોંચવા હાથગાડીનો આશરો લેવાની ફરજ પડી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!