GSTV
Baroda ગુજરાત

વડોદરા પોલીસે દુમાડ ચોકડી નજીક ડ્રગ્સ સાથે બે યુવાનોને ઝડપી પાડ્યા

ડ્રગ્સ

વડોદરાની સમા પોલીસે દુમાડ ચોકડી નજીકથી ડ્રગ્સ સાથે બે યુવાનોને ઝડપી પાડ્યા છે. બંને યુવાનો પાસેથી 95 ગ્રામ જેટલો પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. સમા પોલીસે બાતમીના આધારે રાજ ઉર્ફે સમીર રણજીત પરમાર અને વિરેન ઉર્ફે દેવ અનુપસિંહ ચૌહાણને ઝડપી પાડયા છે. સાથે જ પોલીસે કુલ 5.80 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

મુંબઇનો જાફર નામનો યુવક ઝડપાયેલા બંને આરોપીઓને ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો. જે માંજલપુરના પિન્ટુને આપવાનો હતો. પીન્ટુ આગાઉ પણ ડ્રગ્સના રવાડે ચઢી ચૂક્યો છે અને સારવાર પણ લઇ લઈ ચૂક્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓ ડ્રગ્સના કેરિયર છે અને વડોદરાની ખાનગી કોલેજ માં અભ્યાસ કરે છે.

પોલીસે બંને આ ડ્રગ્સનો જથ્થો કયાંથી લાવ્યા. કોને આપવાનો હતો અને કેટલા સમયથી આ ધંધો કરે છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે જાફર અને પીન્ટુને વોન્ટેડ જાહેર કરી બંનેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Read Also

Related posts

રાજ્યસભા ઈલેક્શન/ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને લખ્યો પત્ર, 3 બેઠકો માટે ચૂંટણીલક્ષી તૈયારીનો આપ્યો આદેશ

HARSHAD PATEL

વર્ષ 2002નાં કોમી રમખાણો બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો મામલો

pratikshah

રોબોટ નર્સની અવદશા/સુરત સિવિલમાં વેન્ટિલેટર બાદ કોરોના કાળમાં ઉપયોગમાં લેવાયેલ રોબર્ટ અને ફાયરના સાધનો ધૂળ ખાતા સામે આવ્યા

HARSHAD PATEL
GSTV