ઝી, સોની અને સ્ટાર ટીવીએ જાહેર કર્યા નવા માસિક દર, ટીવીમાં જે જુઓ તેના જ પૈસા ચૂકવો

એન્ટરટેઇનમેન્ટ, સોની પિક્ચર્સ નેટવર્ક્સ અને સ્ટાર ઇન્ડિયા જેવા મુખ્ય બ્રોડકાસ્ટરોએ ટ્રાઇના પ્રસારણ અને કેબલ સેવાઓની નવી રૂપરેખા હેઠળ તેમની ચેનલોના દરની જાહેરાત કરી છે. હકીકતમાં, ટ્રાઇએ બ્રોડકાસ્ટર્સને બ્રોડકાસ્ટ અને કેબલ સર્વિસ માટેના નવા માળખા હેઠળ તેમના અલગ ચેનલો અને બુકેની કિંમત જાહેર કરવાની ફરજિયાત બનાવી હતી. તે 29 ડિસેમ્બર, 2018 થી લાગુ થશે. નવા માળખા હેઠળ, ગ્રાહકોને તે જ ચૅનલ્સ માટે ચુકવણી કરવાની રહેશે જે ચેનલ તેઓ જોવા માગે છે.

ઘરના સભ્યોના મનોરંજન માટે ટીવીનું સ્થાન હજુ ઘરોમાં જળવાયું છે

ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને આ ખાસ સુવિધા આપવામાં આવી છે. આ સાથે જ ટીવી બ્રોડકાસ્ટરો માટે તે અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે કે, તે તેમના અલગ અલગ ચેનલો અને બુકેના વધુમાં વધુ રિટેલ કિંમત (એમઆરપી) જાહેર અંગે ખુલાસો કરે. ટ્રાઇની નવી રૂપરેખાનું સમર્થન મલ્ટી-સિસ્ટમ ઓપરેટરોએ પણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આજના સ્માર્ટફોનના સમયમાં લોકો જ્યાં અને જ્યારે ઈચ્છે ત્યારે તેમની પસંદગીના ટીવી શો પોતાના મોબાઈલમાં જોઈ શકે છે. તેમ છતાં ઘરના સભ્યોના મનોરંજન માટે ટીવીનું સ્થાન હજુ લોકોના ઘરોમાં જળવાઈ રહ્યું છે. પરંતુ આજની ભાગદોડવાળી લાઈફ અને મોબાઈલ ફોનમાં અનલિમિટેડ ડેટાપેકને કારણે લોકોનું ટીવી જોવાનું રૂટિન મોટાપાયે ખોરવાઈ ગયું છે.

ગ્રાહકોને ઓછામાં ઓછા 130 રૂપિયા માસિક શુલ્ક રહેશે

લોકો પહેલાના સમયની સરખામણીએ હાલ ટીવી પાછળ ખુબ ઓછો સમય આપે છે. તેમ છતાં ટીવીના રિચાર્જ પાછળ પણ તેમને મહિને આશરે 300 થી 400 રૂપિયા ખર્ચ કરવા પડતા હોય છે. એવામાં મોટાભાગની ચેનલો જોવામાં પણ આવતી નથી. ત્યારે ટ્રાઈના નવા નિયમ મુજબ, હવેથી ટીવીનો આનંદ માનવ માટે ગ્રાહકોને ઓછામાં ઓછા 130 રૂપિયા માસિક શુલ્ક સાથે જે ચેનલ જોવી હોય તેનો જ ચાર્જ ચૂકવવાનો રહેશે. જેને લઈને ઝી, સોની અને સ્ટાર જેવા બ્રોડકાસ્ટર્સે ટ્રાઇની નવી સિસ્ટમ હેઠળ નવા માસિક દર જાહેર કર્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter