GSTV
Entertainment Hollywood Trending

‘હું ઊંઘી નથી શકતી રાત-દિવસ રડ્યા કરું છું મને પિતાથી આઝાદી જોઈએ’ Britney Spears એ કરી માંગ

Britney Spearsના પિતા 2008થી જ તેની પર્સનલ લાઈફથી લઈને તેના પૈસા પર પણ કાનૂની અધિકાર ધરાવે છે. છેલ્લા 16 વર્ષથી ગાર્ડિયનશિપ પર ચાલી રહેલા વિવાદને હવે Britney Spears ખતમ કરવાના મૂડમાં છે. આ જ કડીમાં બ્રિટનીએ વિડીયો લિંક દ્વારા લોસ એન્જીલસની કોર્ટમાં લગભગ 20 મિનિટનું નિવેદન નોંધાવ્યું છે. જેમાં બ્રિટની પોતાની આઝાદીની માંગ કરી રહી છે.

Britney Spears

Britney Spearsના સપોર્ટમાં તેના અનેક ફેન્સ પણ આવ્યા છે. સોશિયલ મીડિયા પર બ્રિટાનીના નામ પર લાખો ટ્વીટ કરવામાં આવ્યા છે. અનેક હેશટેગ પણ ક્રિએટ કરવામાં આવ્યા છે. જેમાં FreeBritney નામથી ચાલી રહેલ હેશટેગ ગણો જ વાયરલ થઇ રહ્યો છે. તેના પર બ્રિટનીનું કહેવું છે કે કન્ઝર્વેટિવશિપ ઘણી જ ખરાબ બાબત છે. હું ઊંઘી નથી શકતી. રાત દિવસ રડ્યા કરું છું. મને મારા પિતાના સંરક્ષણ માંથી આઝાદી જોઈએ છે.

કન્ઝર્વેટિવશિપ અમેરિકામાં સંરક્ષકતાની એક કાનૂની જોગવાઈ છે. જેમાં કોર્ટ દ્વારા તેમને પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવે છે. આ કાનૂન એવા લોકો માટે છે જે માનસિક રીતે પોતાની દેખરેખ કરવા માટે અસમર્થ હોય. કન્ઝર્વેટિવશિપમાં તે લોકો સાથે સંકળાયેલ કાનૂની, આર્થિક અને વ્યક્તિગત નિર્ણયોને લગતા તમામ અધિકાર આપવામાં આવે છે.

Britney Spearsના કેસમાં પણ તેના ફાયનાન્સથી લઈને તેની અંગત જીવન સાથે સંકળાયેલ તમામ નિર્ણયો લેવાનો અધિકાર તેના પિતા જેમીને આપવામાં આવ્યો છે, હંમેશા વિવાદોમાં રહેતી બ્રિટનીને અદાક દ્રવ્યોનું સેવન, મારામારી કરવાને કારણે તેમના પિતાને વર્ષ 2008માં બ્રિટનીના કન્ઝર્વેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદથી જ બ્રિટની અને તેના પિતા વચ્ચે વિવાદોનો સિલસિલો શરૂ થઇ ગયો હતો. અમેરિકાના એક જાણીતા અખબારમાં બ્રિટની 2014માં પોતાના પિતાની દખલ પર વાંધો ઉઠાવી ચુકી છે.

બુધવારે આપવામાં આવેલા નિવેદન દરમ્યાન બ્રિટની એટલી ઈમોશનલ થઇ ગઈ હતી કે તે રડી પડી હતી. તેણે આ કાયદાને ટ્રોમા અને ડિપ્રેશનમાં ધકેલી દેતો કાયદો ગણાવ્યો હતો.બ્રિટની કહે છે, “હું ખુશ નથી. ઊંઘી પણ નથી શકતી,  સખત ગુસ્સામાં છું. આ અત્યંત અમાનવીય છે. હું રાતદિવસ રડ્યા કરું છું. આ અપમાનજનક છે. હું પરિવર્તન ઈચ્છું છું અને હું તેને લાયક છું.”

બ્રિટનીએ ગત વર્ષે જ પિતાની ગાર્ડીયનશીપ હટાવવા માટે અને તમામ અધિકારો પરત લેવા માટે કેસ દાખલ કર્યો હતો. આ દરમ્યાન બ્રિટનીએ પિતાથી ડર્ટી હોવાની વાત પણ સ્વીકારી છે. તેને કહ્યું હતું કે પિતા તેને માનસિક ત્રાસ આપે છે, તેને બળજબરીપૂર્વક કંટ્રોલ કરવા પ્રયાસો કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગાજેલી ફિલ્મ ઉંધા માથે પછડાઈ / ‘વિક્રમ વેધા’ પ્રથમ સપ્તાહે જ બોક્સ ઓફિસમાં ધડામ, છેલ્લા 10 વર્ષમાં ઋત્વિકની બીજી ફ્લોપ ફિલ્મ

Hardik Hingu

સુરક્ષાબળોને મળી સફળતા / જમ્મુ-કાશ્મીરમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો આતંકી ઝડપાયો, જાણો સમગ્ર મામલો

Hemal Vegda

સાવધાન/ ભારતમાં દર 29માંથી 1 સ્ત્રીને થઈ રહ્યું છે બ્રેસ્ટ કેન્સર, કારણ ચોંકાવનારું

Hemal Vegda
GSTV