GSTV
India News Trending

ફરી એરપોર્ટ વિવાદ : મહિલા સાથે બળજબરી વસૂલી : મુશ્કેલીમાં ફસાયા એરપોર્ટના બે કર્મચારી

ગોવામાં 62 વર્ષિક બ્રિટિશ મહિલાએ વ્હિલચેર સેવા આપવા માટે કથિત રીતે નાણાં પડાવવા બદલ એરપોર્ટના 2 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ડાબોલિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના અંકે આંતરરાષ્ટ્રીય વિમાની મથકના નિદેશક એસવીટી ધનમજય રાવે કહ્યું કે, તેઓ ફરિયાદ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે અને તપાસ પૂર્ણ કર્યા બાદ યોગ્ય કાર્યવાહી કરશે.

બે વ્યક્તિઓએ મહિલાને ઘેરી લઈ નાણાં પડાવ્યા

ડાબોલિમ પોલીસે કહ્યું કે, આ ઘટનામાં હજુ સુધી કોઈ ઔપચારિક ગુનો નોંધાયો નથી. ગોવા પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી કૈથરીન ફ્રાન્સેસ વોલ્ફ ચાલી શકતા નથી. તેઓ 29 જાન્યુઆરીએ TUI એરવેઝની ફ્લાઈટ TOM031 દ્વારા ગોવાથી લંડનના ગેટવિક વિમાની મથકે આવ્યા હતા. જ્યારે મહિલાના મેનેજરે તેમના માટે ડાબોલિમ વિમાની મથકે વ્હીલચેર અને સામાન સાથે બે વ્યક્તિઓની વ્યવસ્થા કરી હતી. બંને વ્યક્તિઓ તેમને વિમાની મથક પર એક અયોગ્ય જગ્યા પર રોકી દીધી, જ્યાં તેઓ બંને પુરૂષોથી ઘેરાયેલી હતી.

રૂ.4000 ચૂકવવા મજબૂર કરી

સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલાને સેવા પૂરી પાડવા કથિત રીતે 4000 રૂપિયાની ચૂકવણી કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર, ત્યારબાદ મહિલાએ એએઆઈ અને ગોવા પોલીસ મહાનિર્દેશકને એક ઈમેલ દ્વારા ફરિયાદ નોંધાવી

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV