બ્રિટનની સ્પેશિયલ એર સર્વિસ (એસએએસ)ના જાબાંજ સ્નાઇપરે પોતાની નિશાનેબાજીથી આતંકીઓ વચ્ચે કોહરામ મચાવી દીધો હતો. આ જવાને સીરિયામાં લગભગ 900 મીટર દુરથી એકદમ સટીક નિશાન લગાવીને એક ગોળી છોડી હતી.જેને પગલે માત્ર એક ગોળીથી આઇએસના પાંચ આતંકીઓ માર્યા ગયા હતા. જે આતંકીઓ માર્યા ગયા તેમાં એક આઇએસનો ટોચનો કમાંડર પણ હતો. ડેલી સ્ટારની રિપોર્ટ અનુસાર સ્પેશિયલ એર સર્વિસના આ સાર્જંટે સીરિયામાં તૈનાતી દરમિયાન આ ગોળી ચલાવી હતી.

900 મિટર દુરથી ચલાવવામાં આવેલી આ ગોળી એકદમ નિશાના પર વાગી
આ સ્નાઇપરે સીરિયામાં જેહાદી આત્મઘાતી હુમલાખોરના વિસ્ફોટકોથી ભરેલા જેકેટને એક ગોળી મારી હતી. 900 મિટર દુરથી ચલાવવામાં આવેલી આ ગોળી એકદમ નિશાના પર વાગી હતી. જેને પગલે આ આત્મઘાતી જેકેટમાં ફિટ કરેલા બોમ્બને આ ગોળી જઇ વાગતા વિસ્ફોટ થઇ ગયો હતો.

આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે બોમ્બથી ભરેલા જેકેટની આસપાસ જે પણ આતંકીઓ ઉભા હતા તે પૈકી પાંચ સૃથળ પર જ માર્યા ગયા હતા. માર્યા ગયેલા પાંચમાં જેકેટ પહેરી ઉભેલા આત્મઘાતી આતંકીનો પણ સમાવેશ થાય છે. જ્યારે સ્નાઇપરે આ ગોળી ચલાવી ત્યારે આત્મઘાતી હુમલાખોર હુમલા પહેલા એક વીડિયો સંદેશ રેકોર્ડ કરી રહ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી બ્રિટિશ એસએએસના કમાંડો ઘણા દિવસોથી આઇએસઆઇએસના આ સીક્રેટ બોમ્બ ફેક્ટરી પર નજર રાખી રહ્યા હતા. નવેમ્બરમાં આ ફેક્ટરીમાં ઘણી જ શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી હતી. ત્યાર બાદ તેને નિશાન બનાવીને બ્રિટિશ આર્મીના કમાંડો તૈનાત થઇ ગયા હતા.
Read Also
- LIVE: 31 જિલ્લા પંચાયતોના પરિણામ, 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો, કોંગ્રેસ હતી ત્યાંની ત્યાં
- તાલુકા પંચાયત રિઝલ્ટ/ 348માં ભાજપ, 88માં કોંગ્રેસ છે આગળ, ભાજપનો જળવાશે દબદબો
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ જિલ્લા પંચાયતની 980 બેઠક પૈકી 172 બેઠક પર ભાજપ આગળ, કોંગ્રેસ 33 પર આગળ
- રાહતના સમાચાર / પેટ્રોલ-ડીઝલ પર લોકોને જલ્દી મળી શકે છે રાહત, મોદી સરકાર કરી રહી છે આ તૈયારી
- હેલ્થ/ Dementiaના દર્દીઓ માટે આ એક્સરસાઇઝ ઉપયોગી! મેમરી લૉસની પ્રક્રિયાને ધીમી કરવામાં કરશે મદદ