GSTV

ગેમ ચેન્જર/ બ્રિટનની રોયલ નેવીના સૈનિકો હવે આયરનમેનની જેમ ઉડશે : નેવીમાં નવો ઇતિહાસ રચાયો, જોઈ લો વીડિયો

Last Updated on May 15, 2021 by Pritesh Mehta

બ્રિટનની રોયલ નેવી દુનિયાની એવી પહેલી નેવી બની ગઈ છે કે જેની પાસે ઉડવા માટેના જેટ સૂટ ઉપલબ્ધ છે. એરોનોટિક્સ કંપની  ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીએ આ સૂટ તૈયાર કર્યો છે. બ્રિટિશ નેવીએ તેનું સફળ પરીક્ષણ કરીને ઈતિહાસ સર્જી દીધો છે. બ્રિટિશ રોયલ નૌકાદળના નૌસૈનિકો હવે આયરન મેન કે જેમ્સ બોન્ડની જેમ ઉડીને મિશન પાર પાડશે. રોયલ નેવી દુનિયાની એવી પહેલી નૌસૈના બની ગઈ છે કે જેની પાસે જેટ સૂટ હોય.

રોયલ નેવી

બ્રિટનની એરોનોટિક્સ કંપની ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીએ 2019માં આ જેટ સૂટની પેટન્ટ લીધી હતી અને હવે તેનું સફળ પરીક્ષણ પણ થઈ ચૂક્યું છે. જેમ ફિલ્મમાં આયરન મેન ઉડીને દુશ્મન સુધી પહોંચે છે એવું જ હવે રીઅલ જિંદગીમાં પણ જોવા મળશે. વિખ્યાત જાસૂસી કેરેક્ટર જેમ્સ બોન્ડને પણ ફિલ્મમાં ઉડીને દુશ્મનો સુધી પહોંચતો બતાવાયો હતો, પરંતુ હવે ખરેખર એ દિવસ આવી ચૂક્યો છે કે કોઈ લશ્કરી મિશન પાર પાડવા માટે રોયલ નેવીના નૌસૈનિકો ઉડીને દુશ્મનોના જહાજ સુધી પહોંચી જશે.

આ સૂટ 50થી 80 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉડી શકે છે. સૂટનું વજન 140 કિલોગ્રામ છે. સૂટની મદદથી માણસ 12 હજાર ફૂટની ઊંચાઈ પહોંચી શકે છે. અત્યારે એક સૂટની કિંમત અંદાજે 3.7 કરોડ રૂપિયા જેટલી થાય છે. બ્રિટિશ નેવીએ મધદરિયે તેનું પરીક્ષણ કર્યું હતું.

બ્રિટિશ નૌકામાંથી ઉડીને નૌસૈનિકો નક્કી કરેલાં જહાજમાં પહોંચી ગયા હતા અને ત્યાંથી જહાજની નીચે સ્પીડ બોટમાં તૈનાત કરેલા સૈનિકોને મદદ કરીને એ જહાજમાં ઉપર સુધી સૈનિકો પહોંચે તેવી વ્યવસ્થા કરી આપી હતી. અત્યાર સુધી આવી કામગીરી માટે હેલિકોપ્ટર્સની મદદ લેવામાં આવતી હતી, પરંતુ તેમાં હેલિકોપ્ટરની હાજરી છતી થઈ જતી હોવાથી દુશ્મનના વળતા હુમલા માટે તૈયાર રહેવું પડતું હતું. પરંતુ આ સૂટથી દુશ્મન સુધી હાજરી નોંધાવ્યા વગર પહોંચી શકાય છે. દુશ્મન બેખબર રહે ત્યાં સુધીમાં તો મિશન પાર પડી શકે છે. આ સૂટમાં 1050 હોર્સ પાવરની સિસ્ટમ ગોઠવવામાં આવી છે.

રોયલ નેવી અને કંપનીએ આ અંગેની જાહેરાત કરી પછી લોકોએ આ સૂટને લશ્કરમાં ગેમ ચેન્જર ગણાવી હતી. આ સૂટ તૈયાર કરતાં કંપનીને બે વર્ષનો સમય લાગ્યો હતો. હવે પછી દુનિયાની પ્રથમ હ્મુમન ફ્લાઈટ સફળ બનાવવાનું કંપનીનું આયોજન છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!