GSTV
GSTV લેખમાળા News Relationship Trending World

બ્રિટીશ રાજવી પરિવારમાં વહે છે ગુજરાતનું લોહી! : સુરત સાથે છે રોયલ ફેમિલી અમે આર્મેનિયાનું અનોખું કનેક્શન

બ્રિટનના રાણી એલિઝાબેથનું 96 વર્ષે નિધન થયું છે. તેમના સ્થાને તેમના 73 વર્ષિય પુત્ર ચાર્લ્સ-ત્રીજાને રાજા બનાવી દેવાયા છે. એ બધી ઘટનાઓ સતત સમાચારમાં ચમકતી રહે છે. એ વચ્ચે રસપ્રદ વાત એ છે કે બ્રિટિશ પરિવારને આપણા સુરત નગર સાથે ગાઢ કનેક્શન છે. રાજવી પરિવાર છોડીને અલગ થઈ ચૂકેલા નાના કુંવર હેરી મૂળ સુરતવંશી છે એમ કહી શકાય. કેમ કે તેના ડીએનએના છેડા છેક સુરત સુધી લાંબા થાય છે. ડીએનએ મેચિંગ દ્વારા સંશોધકોને ખબર પડી હતી કે હેરીના ડીએનએમાં ભારતીય લોહી પણ વહે છે, ભલે એ ડીએનએનું પ્રમાણ અત્યંત ઓછુ છે, પરંતુ ભારતનો હિસ્સો છે, તેની કોઈ ના કહી શકે એમ નથી. હેરીના આઠમી પેઢીના નાનીમાં એલિઝા કેવાર્ક હતા, જેમનો જન્મ સુરતમાં હતા. આર્મેનિયન અને ભારતીય (સંભવતઃ ગુજરાતી) દંપતીના સંતાન તરીકે એલિઝા જન્મ્યા હતા. એટલે કે એલિઝા અડધાં ભારતીય હતા. એટલે જ તેમની આઠમી પેઢીએ જન્મેલા હેરીના ડીએનએમાં પણ સુરતી લોહી વહે છે.

ડીએનએ દ્વારા તપાસ

‘બ્રિટિશ ડીએનએ’ નામની કંપની ૨૦૧૩માં વિવિધ ડીએનએ સેમ્પલનું એનાલિસિસ કરી રહી હતી. એ વખતે બ્રિટિશ રાજવી પરિવારના ડીએનએનો પણ તેમણે ડેટાબેઝ સાથે મેચિંગ માટે અભ્યાસ કર્યો. ડેટા બેઝમાં આખી દુનિયાના મુખ્ય વંશો, પ્રજાના નમૂનારૃપ ડીએનએનો સંગ્રહ હતો. માટે તેમાં ખબર પડી આવે કે કોઈ વ્યક્તિનું પેઢીનામું ક્યાંથી શરૃ થાય છે. કોઈ પણ સજીવના શરીરની રચના કોષથી થાય છે અને કોષમાં ડીએનએ હોય છે. ડીએનએ એક પ્રકારનું પેઢીનામું છે, જેમાં જન્મ, કૂળ, બિમારી, વંશ વગેરેની વિગત નોંધાયેલી હોય છે. એટલે જ્યારે સંતાન કોનું છે એવું નક્કી કરવાનો પ્રશ્ન આવે ત્યારે ડીએનએ ટેસ્ટનો સહારો લેવામાં આવે છે.

સુરતથી ડાયના સુધીનો સબંધ

સ્કોટલેન્ડથી ભારત (સુરત) આવેલા ૨૧ વર્ષિય ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારી થિઓડોર ફોર્બ્સે આગળ જતાં એલિઝા સાથે લગ્ન કર્યા હતા. એલિઝા-થિઓડોરને કુલ ૩ સંતાન થયા અને એમાં કેથરિના નામની એક દીકરી હતી. ૧૮૧૨માં જન્મેલા કેથરિના જેમ્સ ક્રોમ્બી સાથે લગ્ન કરીને ઈંગ્લેન્ડ ગયાં હતા. તેમને ત્યાં સાતમી પેઢીએ જન્મેલી દીકરી બ્રિટિશ રાજવી પરિવારમાં પરણી. એ દીકરી એટલે પ્રિન્સેસ ડાયના. પ્રિન્સ હેરી અને તેમના મોટાભાઈ વિલિયમ બન્ને ડાયનાના દીકરા છે. એમના બન્ને ડીએનએમાં એલિઝાના ડીએનએના અંશો રહેલા છે.

બ્રિટિશરો સૌથી પહેલા ભારતમાં સુરતમાં જ ચાર સદી પહેલા સ્થાયી થયા હતા. પહેલું બ્રિટિશ જહાજ ૧૪૦૯માં સુરત પાસેના સુંવાળી ગામે ઉભું રહ્યું હતુ. એ વખતે સુરતનો દબદબો હતો, પણ પછી મુંબઈનો વિકાસ થતા સુરતનો જહાજી-વેપાર બ્રિટિશરો તોડી પાડયો હતો. સુરતમાં ત્યારે આર્મેનિયન પ્રજાની મોટી વસતી હતી અને આજે પણ તેમની કબરો ત્યાં છે.

સુરતમાં ક્યાંક પિતરાઈ હશે?

એલિઝાને કેથરિના ઉપરાંત બે દીકરા હતા એલેક્ઝાન્ડર અને ફ્રેસર. એ પૈકી એલેક્ઝાન્ડર થોડો સમય સ્કોટલેન્ડમાં જઈ ફરીથી ભારતમાં આવી ગયા હતા અને અહીં જ સ્થિર થયા હતા. એટલે એલેક્ઝાન્ડરે અહીં લગ્ન કર્યા હોય, તેમને પણ સંતાનો થયા હોય અને એ વંશજો ભારતમાં જ ક્યાંય હોય એવી પુરી શક્યતા છે. અલબત્ત, ભારતમાં અને આખી દુનિયામાં હજુ દરેક વ્યક્તિના ડીએનએનો સંગ્રહ થયો નથી. માટે દરેક વ્યક્તિના ડીએનએ સાથે મચિંગ થઈ શકે એમ નથી. જો એવી તપાસ થાય તો એલેક્ઝાન્ડરના વંશજ (એટલે હેરી-વિલિયમના દૂરના પિતરાઈ) અહીંથી જ ક્યાંકથી મળી આવે એવુંય બને! પણ એ પુરતી તપાસ પછી જ ખબર પડે. આ સંશોધન પછી વિજ્ઞાાનીઓ બ્રિટિશ રાજવી પરિવારનો સંપર્ક કર્યો, પણ તેમણે કંઈ પણ કહેવા ઈન્કાર કર્યો હતો.      

પાટવી કુંવર વિલિયમ (આખું નામ – પ્રિન્સ વિલિયમ આર્થર ફિલિપ લુઈસ, ડયુક ઓફ કેમ્બ્રિજ) હવે રાજવી પરિવારથી અલગ થઈ ગયા છે. તેમના પત્ની મેઘન મર્કલ મૂળ આફ્રિકાના છે. તેમના ચામડીના કલરને કારણે પરિવારમાં તેમની સાથે રંગદ્વેશ થતો હતો એવો તેમનો આક્ષેપ હતો. માટે હેરી-મેઘન હવે અલગ રહે છે. પરંતુ રાજ પરિવારના સભ્યો તો છે જ.

Also Read

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV