GSTV

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

બ્રિટેનના વડાપ્રધાન પોતાનું પદ છોડવા માગે છે, જેની પાછળનું કારણ જાણીને આપને પણ નવાઈ લાગશે. હકીકતમાં બોરિસ જોનસનને લાગે છે કે, તેમની સેલરી ઓછી છે અને તેના કારણે ઘરનું ગુજરાન ચલાવવું અઘરૂ છે. બ્રિટેનની આ ખબર ભારતીયો માટે ઘણી હૈરાન કરનારી હશે, કારણ કે ભારતમાં નેતા હોવું એટલે સુખ સમૃદ્ધિની પાક્કી ગેરેન્ટી (અમુક નેતાઓને બાદ કરતા).

પ્રધાનમંત્રી તરીકે બોરિસ જોનસનને વાર્ષિક 1.44 કરોડ રૂપિયા સેલરી મળે છે. જોનસનના છ બાળકો છે. જેનો ખર્ચ તેઓ ઉઠાવી રહ્યા છે. બોરિસને પૂર્વ પત્નિને પણ ગુજરાન તરીકે મોટી રકમ આપવી પડે છે. તેના દિકરાને એટન સ્કૂલમાં મોકલવા માટે 40 લાખ રૂપિયા આપવા પડે છે.

આમ જોવા જઈએ તો, બોરિસની આ ચિંતા વાજબી છે, કારણ કે, વડાપ્રધાન બન્યા પહેલા તેમની કમાણી આમ તો સારી હતી. તેમને ડેલી કોલમિનિસ્ટ તરીકે વાર્ષિક 2.62 કરોડ રૂપિયા મળતા હતા. એટલે કે અખબારમાં કોલમ લખવા માટે મહિને 22 લાખ રૂપિયા મળતા હતા. એટલુ જ નહીં વડાપ્રધાન બન્યા પહેલા તેઓ બે લેક્ચરના 1.5 કરોડ રૂપિયા લેતા હતા.

આ વાત ભારત કરતા એકદમ ઉલ્ટી છે, કારણ કે બ્રિટેનમાં વડાપ્રધાનનું પદ છોડ્યા બાદ સૌથી વધારે પૈસા કમાય છે. જેમાં પૂર્વ પ્રધાનમંત્રીની કમાણીનું મુખ્ય સાધન લેક્ચર અથવા કંસલ્ટેંસી હોય છે. પૂર્વ વડાપ્રધાન થેરેસા મે એક વર્ષમાં 8.69 કરોડ રૂપિયા કમાઈ ચુક્યા છે. બોરિસને આશા છે કે, તે થેરેસા કરતા પણ વધારે રૂપિયા કમાઈ શકશે. તો વળી પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરન એક સ્પિચના 1.15 કરોડ લે છે. પૂર્વ પ્રધાનમંત્રી રોની બ્લેયર લેક્ચર અને કંસલ્ટેંસીમાં 210 કરોડ રૂપિયા કમાયા છે.

અહીં આપણે ભારતીય નેતાઓની વાત કરીએ તો, રાજ્યસભામાં 203 એટલે કે, 89 ટકા સાંસદો કરોડપતિ છે. રાજ્યસભામાં એક સાંસદની સરેરાશ સંપત્તિ 62.67 કરોડ રૂપિયા છે, જ્યારે લોકસભામાં 475 એટલે કે, 88 ટકા સાંસદો કરોડપતિ છે. અહીં એક સાંસદની સરેરાશ સંપત્તિ 20.93 કરોડ રૂપિયા છે.

READ ALSO

Related posts

સોનાક્ષી સિંહાએ શેર કરી ‘લેઝી સન્ડે’ની તસવીર, મળી લાખો લાઈક્સ

Bansari

શોલેના વીરુની જેમ પોતાની ‘બસંતી’ માટે 80 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો પતિ, પત્નીને પિયર જતી રોકવા આખુ ગામ લીધુ માથે

Bansari

જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાનમાં ફસાઈ પ્રવાસીઓની કાર, બીઆરઓની ટીમે મોતના મુખમાંથી કાઢ્યા બહાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!