GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

બ્રિટીશ સાંસદને દિલ્હી એરપોર્ટથી જ ભારતે કર્યા રવાના : વીઝા કરી દીધા રદ, મોદી સરકાર સામે ઉઠાવતા હતા અવાજ

જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ વિશ્વભરના દેશોમાં આ બાબતે વિરોધનો વંટોળ ઉભો થયો છે. ભારતના આમંત્રણ પર જમ્મુ કાશ્મીરની મુલાકાતે પણ વિદેશી સાંસદો આવી ચૂક્યા છે. જોકે, સોમવારે ભારતે બ્રિટનની લેબર પાર્ટીના સાંસદ ડેબી અબ્રાહમને ભારતમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય લઇને દિલ્હી એરપોર્ટ પરથી રિટર્ન કરી દીધા હતા. આ મામલે બ્રિટીશ સાંસદે સરકારના નિર્ણયો પર અનેક સવાલો ઉઠાવ્યા છે. ડેબી અબ્રાહમ જમ્મુ કાશ્મીર મામલે ભારત વિરોધી અવાજ ઉઠાવવામાં મોખરે છે. સરકારે તેમના વિઝા રદ કરી તેેમને દિલ્હી એરકો

ડેબી અબ્રાહમ બ્રિટીશ સાંસદ છે. અને ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગ્રૂપ ઓફ કાશ્મીરની અધ્યક્ષ છે. સોમવારે સવારે જ્યારે ડેબી અબ્રાહમ દિલ્હી એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને હાજર અધિકારીએ સ્પષ્ટ જણાવી દીધું હતું કે, તેઓના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. જોકે, આ વિઝા ઓક્ટોબર 2020 સુધી માન્ય હતા.

ભારતમાં પ્રવેશ રદ થવા મામલે બ્રિટીશ સાંસદે કહ્યું છે કે મેં પણ ઇ-વીઝા સાથે તમામ ડોક્યુમેન્ટ્સ દેખાડ્યા હોવા છતાં એરપોર્ટ ઓથોરિટી એક વાત માનવા તૈયાર ન હતી. મને બતાવવામાં આવ્યું કે તમારા વિઝા કેન્સલ થઈ ગયા છે અને તમને આ બાબતે સૂચના અપાઈ ગઈ છે. જ્યારે તે ઇન્દીરા ગાંધી એરપોર્ટ પર આવી ત્યારે તેમની પાસે વિઝા ન હતા.

એટલું જ નહીં આ બ્રિટીશ સાંસદે ટ્વીટર પોતાનો બળાપો ઠાલવ્યો છે. હું મારા ભારતીય સંબંધીઓને મળવા આવી હતી. મારી સાથે મારો ભારતીય સ્ટાફ પણ હતો. મેં ફક્ત હ્યુમન રાઈટ્સ માટે મારો અવાજ ઉઠાવ્યો હતો અને આગળ પણ ઉઠાવતી રહીશ. ડેબી અબ્રાહમની ગણતરી એવા સાંસદમાં થાય છે જે જમ્મુ કાશ્મીર મામલે ભારતની સતત ટીકા ટિપ્પણીઓ કરતી હોય છે. 5 ઓગસ્ટ બાદ ડેબીએ ટ્વીટ કરી મોદી સરકારની કાશ્મીર નીતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

અત્યારસુધીમાં બે મુલાકાતોમાં યુરોપિયન યુનિયનના ઘણા સાંસદો જમ્મુ કાશ્મીરની મુલાકાત કરી ચૂક્યા છે. આ મામલામાં ભારતમાં પણ ઘણા વિવાદો ઉભા થયા છે. ભારતની રાજકીય પાર્ટીઓએ ઇયુ સાંસદોની જમ્મુ-કાશ્મીરની મુલાકાત પર સવાલો ઉઠાવ્યા હતા. એ પણ આરોપ લગાવ્યો હતો કે, મોદી સરકાર સ્થાનિક સાંસદોને બદલે વિદેશના સાંસદોને કાશ્મીર મોકલી રહ્યું છે.

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!