GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ભારતમાં એન્ટ્રી ન મળી તો પાકિસ્તાન પહોંચી વિવાદાસ્પદ બ્રિટિશ સાંસદ, કરશે PoKની મુલાકાત

બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમને દિલ્હી એરપોર્ટ પરથી પરત જવાનું કહેવામાં આવ્યું હતું જે અંગે ઘણો વિવાદ પણ થયો હતો. ભારતમાં એન્ટ્રી ન મળવાને કારણે ડેબ્રી અબ્રાહમે ભારત સરકારની ભારે નિંદા કરી હતી. ત્યારે મળતી માહિતી મુજબ તે પાકિસ્તાનની મુલાકાતે પહોંચી ગઈ છે. જ્યાં તે વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી સાથે મુલાકાત કરશે. બંને એક પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધિત કરશે.

PoKની કરી શકે મુલાકાત

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડેબી અબ્રાહમ PoKની પણ મુલાકાત કરી શકે છે. આ મુલાકાતને લઈને પાકિસ્તાની અધિકારીઓ તૈયારી પણ કરી રહ્યાં છે. બ્રિટનની ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગ્રુપ ઓફ કાશ્મીરની અધ્યક્ષ અને લેબર પાર્ટીની સાંસદ ડેબી અબ્રાહમે ગત દિવસોમાં ટ્વીટ કરી આરોપ લગાવ્યા હતા કે તેની પાસે વીઝા હોવા છતા તેને ભારતમાં દાખલ થવા ન દીધી અને દિલ્હી એરપોર્ટ પરથી જ મોકલવામાં આવી.

મોદી સરકારની કરી નિંદા

જો કે આ આરોપો પર સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું કે કોઈના પણ વીઝા કેન્સલ કરવા સરકારના હાથમાં હોય છે. અને ડેબી અબ્રાહમ ભારત વિરૂદ્ધની પ્રવૃતિઓમાં રહી છે. ભારતમાં એન્ટ્રી ન મળ્યાં બાદ ડેબી અબ્રાહમે મોદી સરકારની નિંદા કરી, અને તેને કહ્યું કે કાશ્મીર મુદ્દે નિંદાને કારણે તેને એન્ટ્રી ન આપવામાં આવી. ડેબીએ આર્ટિકલ 370 હટાવ્યાં બાદ લગાડવામાં આવેલા પ્રતિબંધ વિરૂદ્ધ પણ અવાજ ઉઠાવ્યો હતો અને ભારત સરકારની નીતિઓની નિંદા કરી હતી.

READ ALSO

Related posts

જુલાઈમાં કોરોનાનું જોર વધ્યું, રાજ્યમાં 10 દિવસમાં 7,500 નવા કેસ સાથે કુલ આંક 40 હજારને પાર

Harshad Patel

15મી ઓગસ્ટે ટ્રાયલના દાવા ખોટા : મોદી સરકારે દેશી વેક્સિન માટે જાહેર કરી ડેડલાઈન, હજુ એક વર્ષ લાગશે

Harshad Patel

કોરોના વાયરસનો અભ્યાસ કરનાર ચીની વૈજ્ઞાનિકે દેશ છોડ્યો : દુનિયાને અંધારામાં રાખવા ચૂપ કરાવી, હવે હત્યાની અપાતી હતી ધમકી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!