GSTV

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Last Updated on June 25, 2021 by Dhruv Brahmbhatt

UK માં કોરોનાનો એક એવો કેસ સામે આવ્યો છે કે, જેની ચારે બાજુ ચર્ચા થઇ રહી છે. ઇંગ્લેન્ડના બ્રિસ્ટલમાં રહેતા 72 વર્ષના એક વૃદ્ધ 43 વખત કોરોના સંક્રમિત થયા છે. આ વૃદ્ધ વ્યક્તિનું નામ ડેવ સ્મિથ છે. મળતી માહિતી અનુસાર, તે વૃદ્ધ સતત 10 મહીના સુધી કોરોના પોઝિટિવ રહ્યાં છે.

Corona

કોઇ પણ વ્યક્તિનો આટલા લાંબા સમય સુધી કોરોનાથી સંક્રમિત રહેવાનો આ પ્રથમ કેસ છે. વ્યવસાયે રિટાયર ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર ડેવ સ્મિથને કોરોનાથી સંક્રમિત થયા બાદ સાત વખત હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું છે. એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સ્મિથએ જણાવ્યું કે, કેવી રીતે તેના શરીરમાં આટલાં દિવસો સુધી સતત વાયરસ અંદર જ રહ્યો.

સ્મિથએ જણાવ્યું કે, ‘મારી એનર્જી બિલકુલ ઓછી થઇ ગઇ હતી અને હું ખૂબ જ મુશ્કેલીથી કંઇ પણ વસ્તુ ઉઠાવી શકતો હતો. એક રાત્રિએ તો મને સતત 5 કલાક સુધી ઉધરસ આવી હતી. ત્યારે મે મારા જીવનથી સંપૂર્ણ આશા છોડી દીધી હતી. મે મારા પરિવારના તમામ સભ્યોને બોલાવી લીધા હતાં, તમામ સાથે મે શાંતિપૂર્વક વાત કરી હતી અને તેઓને ગુડબાય મે કહી પણ દીધું હતું.’

corona patient

બીમારી દરમ્યાન સ્મિથનું વજન 63 કિલો સુધી ઓછું થઇ ગયું હતું

આટલાં લાંબા સમય સુધી બીમારી દરમ્યાન સ્મિથનું વજન 63 કિલો સુધી ઓછું થઇ ગયું હતું. સ્મિથએ પોતાની પત્નીને જણાવ્યું હતું કે, ‘જો આજે રાત્રે મારું મોત થઇ જાય છે તો તુ હેરાન ના થતી.’ તેઓએ જણાવ્યું કે, ‘હું જ્યારે સુવા માટે જતો હતો કે ત્યારે મને સુતા-સુતા જ વિચાર આવતો હતો કે કદાચ હું ઊંઘમાં જ મરી જઇશ.’

પત્ની લિનને લાગ્યું હતું કે, ‘હવે સ્મિથ નહીં જીવે’

વધુમાં જણાવ્યું કે, ‘મે મારી પત્ની લિનને જણાવ્યું હતું કે, મને જવા દો. હું મારી જાતમાં જ ફસાઇ ગયો હોવું એવું મને લાગી રહ્યું છે. જે સૌથી ખરાબ કહેવાય.’ ત્યારે લિનએ કહ્યું કે, ‘અનેક વખત મને એવું લાગ્યું હતું કે, સ્મિથ હવે લાંબુ નહીં જીવે.’

સ્મિથની સારવાર એન્ટીવાયરલ દવાઓના નવા મિશ્રણથી કરવામાં આવ્યું અને તેઓની સારવારમાં પણ બે સપ્તાહનો સમય લાગ્યો હતો. બાદમાં જ્યારે તેઓને પોતાના ડૉક્ટર દ્વારા એવું જાણવા મળ્યું કે, તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તો તેઓને વિશ્વાસ જ ન હોતો આવ્યો.

કોરોના

ત્યાર બાદ ફરી ડૉક્ટરોએ રિપોર્ટ કરાવવાનું કહ્યું તો ત્યારે પણ એક સપ્તાહ બાદ તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. સ્મિથએ આ બાબતે જશ્ન પણ મનાવ્યો હતો. હાલમાં બ્રિસ્ટલ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિક હવે સ્મિથના આ કેસનો અભ્યાસ પણ કરી રહ્યાં છે. વૈજ્ઞાનિકો એ સમજવાની કોશિશ કરી રહ્યાં છે કે, કોરોના શરીરની અંદર એવો તો ક્યાં છુપાયેલો રહે છે અને કેવી રીતે તે અંદર મ્યુટેટ થાય છે. સ્મિથએ કોરોના સાથે લાંબા સમય સુધી સંક્રમિત રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે.

સ્મિથ કહે છે કે, ‘આ મારું બીજું જીવન છે અને હવે હું વિચારી રહ્યો છું કે પોતાની નવી જીંદગીમાં શું કરીશ. ટૂંક સમયમાં જ 73 વર્ષનો હું થઇ જઇશ પરંતુ હું જાણું છું કે હાલમાં મારી અંદર કંઇક સારું કરવાની ક્ષમતા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!