GSTV

સાઈડ ઈફેક્ટ/ કોરોના વેક્સિને બર્બાદ કરી દીધી યુવકની જિંદગી, મેમોરી લોસ – બોલવાની તકલીફ સાથે નોકરી ગુમાવીઃ સરકાર પર ઠોકી દીધો કેસ

Last Updated on July 20, 2021 by Harshad Patel

કોરોના વેક્સિનની સાઈડ ઈફેક્ટે બ્રિટન નિવાસી એક 32 વર્ષીય યુવકની જિંદગી ખરાબ કરી દીધી છે. એસ્ટ્રાઝેનેકા રસી લીધા પછી, યુવાનના મગજમાં અલ્ટ્રા રેયર બ્લડ ક્લોટ બનવા લાગ્યા છે. પછી તેની યાદશક્તિ નબળી પડી અને પછી તેને બોલવામાં તકલીફ થવા લાગી. જેના કારણે તેને બળજબરીથી નોકરીમાંથી કાઢી મૂકાયો હતો. હવે યુવકે વળતરની માંગણી સાથે કોર્ટમાં પોતાનો મત રાખ્યો છે.

145 લોકોએ પોતાનો અવાજ ઉઠાવ્યો

‘ધ સન’માં પ્રકાશિત થયેલા સમાચારો અનુસાર, જોસેફ રોબિન્સન એવા 145 લોકોના જૂથમાં શામેલ છે, જેણે વળતરની માંગણી સાથે સરકાર વિરુદ્ધ કોર્ટમાં સંપર્ક કર્યો છે. તેમનો દાવો છે કે કોરોના રસીને કારણે તેમને ઘણી આડઅસરનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી તેના જીવન પર ખરાબ અસર પડી છે. તેમની પાસે કમાણીનું પણ કોઈ સાધન બચ્યું નથી.

ફેબ્રુઆરીમાં એસ્ટ્રાઝેનેકા રસીનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો

કેમ્બ્રિજમાં રહેતા જોસેફ રોબિન્સનને આ વર્ષે ફેબ્રુઆરીમાં એસ્ટ્રાઝેનેકા રસીનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો. આ પછી તેને બ્રેઈન ડેમેજનો સામનો કરવો પડ્યો હતો. આજે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે તે પોતાની પુત્રીની સ્ટોરીબુક પણ વાંચી શકતો નથી. આ વેક્સિનથી લોહીને લગતા દુર્લભ રોગ Thrombotic Thrombocytopenic (થ્રોમ્બોટિક થ્રોમ્બોસાયટોપેનિક) થયું, જેના પરિણામે યાદશક્તિ ઓછી થઈ અને બોલવામાં તકલીફ પડવા લાગી. આ પછી તેને નોકરી પણ ગુમાવવી પડી.

ગવર્નમેન્ટે મરવા છોડી દીધા

જોસેફે કહ્યું, ‘સરકારે મદદ કરવાને બદલે, મને મરવા માટે એકલો છોડી દીધો. મેં કોઈ ભૂલ વિના નોકરી ગુમાવી દીધી, મારી સામે આજીવિકાનું સંકટ ઊભું થયું. હવે સરકારે તેની ભરપાઇ કરવી પડશે. બ્રિટનમાં વેક્સિનો શિકાર થયેલા વેક્સિન ડેમેજ પેમેન્ટ સ્કીમ અંતર્ગ 1,20,000 પાઉન્ડ (1,65,060 ડોલર) નુકસાનીની માગણી કરી રહ્યા છે. વીડીપીની વ્યવસ્થા 1979માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત, અરજી કરનારાઓએ સાબિત કરવું પડશે કે વેક્સિનેશનથી તેમને 60 ટકા વિકલાંગ બનાવી દીધા છે.

જોસેફ રોબિન્સન અને તેના જેવા અન્ય લોકોની લડાઈ લો ફર્મ લેહ ડે લડી રહી છે. સંગઠને આ સંદર્ભમાં આરોગ્ય સચિવ સાજીદ જાવિદને એક પત્ર પણ લખ્યો છે. સોલિસીટર જાહરા નાનજીએ કહ્યું કે સરકારે પીડિતો અને તેમના પરિવારોને ખાતરી આપવી જોઈએ કે તેઓની આર્થિક રૂપથી દેખરેખ રાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે એસ્ટ્રાઝેનેકાથી લોહી ગંઠાઈ જવાને લઈને ઘણાં સમચારો હતા. યુકેમાં આવા 400 કેસ રિપોર્ટ નોંધવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!