જે યુવાન કે બુઝુર્ગ 10 સેકન્ડ સુધી પોતાના પગ પર ઉભા ના રહી શકે તેને આવનારા 10 વર્ષમાં મુત્યુનો ખતરો વધારે રહે છે. એટલું જ નહી સ્ટ્રોક, ટાઇપ -2, ડાયાબિટીઝ, ચરબી અને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થવાની શકયતા રહે છે. આ માટે યૂકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ અને બ્રાઝિલના નિષ્ણાતોએ 12 વર્ષ સુધી સંશોધન કર્યુ હતું. આટલા વર્ષોના સંશોધન પછીનું તારણ અત્યંત ચોંકાવનારું મળ્યું છે.

આ અંગેનું સંશોધન 2008માં શરુ થયું હતું જે 2020 સુધી ચાલ્યું હતું. આ દરમિયાન રિસર્ચમાં 51 થી 75 વર્ષના કુલ 1702 લોકોને જોડવામાં આવ્યા હતા. રિસર્ચ ડેટામાં માલૂમ પડયું કે દર પાંચમાંથી એક શખ્સ પોતાના પગ પર ઉભો રહી શકતો ન હતો.એક જ ટેસ્ટના 10 વર્ષ દરમિયાન જુદા જુદા કારણોસર 123 લોકોના મોત થયા હતા. આ જેમના પણ મુત્યુ થયા હતા તેમાંના તમામ બેલેન્સ ટેસ્ટમાં ફેલ સાબીત થયેલા હતા. અર્થાત તેઓ 10 સેકન્ડ સુધી પોતાના એક પગ પર ઉભા રહી શકતા ન હતા.
સંશોધન સાથે સંકળાયેલા ડોકટર કલાડિઓ હિલ અરાજુઓનું કહેવું છે કે આના માટે ખરાબ અને અનિયમિત જીવનશૈલી જવાબદાર છે. સામાન્ય રીતે જે લોકો ફિઝિકલ એકિટવિટી અથવા તો એકસરસાઇઝ ઓછી કરતા હોય તેમને શકયતા વધારે રહે છે.
આ અંગેનું સંશોધન બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટસ મેડિસીનમાં પ્રકાશિત થયું છે. ફિટનેસ અને હેલ્થ માટે બેલેન્સ ટેસ્ટ લેવામાં આવતા હોય છે પરંતુ આ સંશોધન પ્રયોગમાં મળેલું પરીણામ સંજોગોવસાત છે કે વાસ્તિવક તે અંગે પણ વધુ સંશોધન હાથ ધરવાની તાતી જરુરીયાત છે.
- અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી
- Viral Video : ઓ બાપ રે ગાયો પણ કન્ફ્યુંઝ, કૂતરું છે કે વાછરડું જોઈ લો આ વીડિયો
- Viral Video : બિલાડીએ ગરોળી સાથે કર્યું આવું કૃત્ય, 94 લાખથી વધુ વખત જોવાયો વીડિયો
- Viral Video : બાઇકસવારે કારને મારી જોરદાર ટક્કર, રૂવાડા ઉભા કરી દેતો Video થયો વાયરલ
- અમદાવાદી કચોરી બોયનું સંઘર્ષ ભરેલુ જીવન / તન્મયનું સપનું થશે સાકાર, હવે બનશે એન્જિનિયર