GSTV
Home » News » 14,356 કરોડના કૌભાંડી નિરવ મોદી ક્યાં છૂપાયો છે તેનો થયો મોટો ખુલાસો, સરકારે કરશે આ કાર્યવાહી

14,356 કરોડના કૌભાંડી નિરવ મોદી ક્યાં છૂપાયો છે તેનો થયો મોટો ખુલાસો, સરકારે કરશે આ કાર્યવાહી

Nirv Modi

પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદી બ્રિટનમાં વસવાટ કરી રહ્યો હોવાની માહિતી બ્રિટિશ સત્તાવાળાઓએ ભારતને આપી છે તેમ ભારત સરકારે આજે જણાવ્યું હતું. 

એક પ્રશ્રના જવાબમાં વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન વી કે સિંહે રાજ્યસભાને જણાવ્યું હતું ક નેશનલ સેન્ટ્રલ બ્યુરો ઓફ માન્ચેસ્ટરે ભારતીય એજન્સીઓને જણાવ્યું છે કે નિરવ મોદી બ્રિટનમાં વસવાટ કરી રહ્યો છે. 

વી.કે.સિંહે વધુમાં જણાવ્યું હતું કે ઓગસ્ટ, ૨૦૧૮માં સીબીઆઇ અને ઇડી દ્વારા બે અરજી મોકલવામાં આવી હતી. આ અરજીમાં નિરવ મોદીના પ્રત્યાર્પણની માગ કરવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે બ્રિટનની સરકાર હાલમાં નિરવ મોદીના પ્રત્યાર્પણ અંગે વિચારણા કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં વિદેશ મંત્રાલયે યુરોપના વિવિધ દેશોને પત્ર લખી નિરવ મોદીને શોધવામાં મદદ કરવાની અપીલ કરી હતી. પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં નિરવ મોદીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Related posts

મોદી હવે નથી રહ્યા ‘ચોકીદાર’ ચૂંટણી પૂર્ણ થતાં જ ગણતરીની કલાકોમાં બની ગયા PM

Arohi

યુપીમાં ભાજપની આ ટ્રીક કામ કરી ગઇ, આ રાજ્ય સિવાય ઉત્તર ભારતમાં ભાજપની શાનદાર જીત

Riyaz Parmar

બોલિવુડના આ અભિનેતાએ ભાજપની જીત પર ખાધી 5 કસમો, જાણો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!