GSTV
Home » News » 2019માં Britanniaનો બદલાશે સ્વાદ, લોકોને લલચાવવા માટે કંપનીએ કરી આ તૈયારી

2019માં Britanniaનો બદલાશે સ્વાદ, લોકોને લલચાવવા માટે કંપનીએ કરી આ તૈયારી

જો તમે પણ બ્રિટાનિયા પ્રોડક્ટને પસંદ કરો છો આ તમારા માટે ખુશખબર છે, કારણકે હાલમાં જ બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના બનાવી છે. આ સાથે જ સપ્લાય અને ડિસ્ટ્રીબ્યૂશનને મજબૂત કરવા માટે સ્નેક્સ પોર્ટફોલિયોને આગળ વધારવાને લઇને એક નવુ પગલુ વધાર્યુ છે. છેલ્લા 100 વર્ષોથી આ કંપનીએ માર્કેટમાં બિસ્કિટ વેચીને ફક્ત પોતાની જગ્યા બનાવી, પરંતુ લોકોને પણ પોતાની તરફ આકર્ષિત કર્યા છે.

2019માં આવશે નવી પ્રોડક્ટ

દેશના લોકોનો આ વિશ્વાસ જોઇને બ્રિટાનિયા કંપનીએ થોડા ફેરફાર કરવા અંગે વિચાર કર્યો છે. વર્ષ 2019ના પ્રારંભમાં આ કંપની ક્રીમ વેફર્સ અને ક્રોઇસેન સિવાય દૂધ આધારિત પેય અને યોગર્ટ લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જોકે, વરૂણ બેરીએ જ્યારે બ્રિટાનિયાના મેનેજમેન્ટ નિર્દેશકના રૂપથી પદભાર સંભાળ્યો છે ત્યારથી આ કંપની નવા ઉત્પાદન બનાવવા પર ધ્યાન આપી રહી છે. એપ્રિલ 2014 બાદથી આ કંપનીએ લોકોના સ્વાદ અને પસંદનું સારી રીતે ધ્યાન રાખ્યુ છે અને માર્કેટમાં પણ તેની સ્થિતિમાં ઘણો ફેરફાર થયો છે.

30,000 કરોડ છે લગભગ અમૂલનું મહેસૂલ

દેશના લોકોની બદલાતી પસંદને ધ્યાનમાં રાખીને બ્રિટાનિયાએ બ્રેડ, રસ્ક, ડેરી પ્રોડક્ટની સાથે-સાથે સ્નેક્સના પ્રોડક્ટ બનાવવા પર પણ ધ્યાન આપ્યું છે અને આજે પોતાના પોર્ટફોલિયોમાં ફેરફાર લાવવા માટે સતત કામ કરી રહ્યાં છે. ગુજરાત સહકારી દૂધ વિપણન મહાસંઘ લિમિટેડ(GCMMF)ની સાથે-સાથે અમૂલ ડેરીનું પણ ભારતમાં એક મોટું બજાર છે. જેની રેવન્યૂ લગભગ 30,000 કરોડ રૂપિયા છે.

શું છે સૌથી મોટો ચેલેન્જ

તો જાણકારોનું કહેવુ છે કે બ્રિટાનિયા કંપનીની સૌથી કપરો ચેલેન્જ અમૂલની સાથે-સાથે અન્ય બ્રાન્ડોની હાજરીમાં પોતાના ડેરી પ્રોડક્ટને આગળ વધારવાનો છે. કંપનીના નવા ડેરી પ્રમુખ વેન્કટ શંકરે કહ્યું કે આવનારા પાંચ વર્ષોમાં આ કંપનીને 1500 કરોડ રૂપિયા સુધી પહોંચાડશે. જેના માટે તેઓ યોજના બનાવી રહ્યાં છે. બ્રિટાનિયા પોતાની પ્રોડક્ટને બે બ્રાન્ડ બ્રિટાનિયા અને વિન્કિન કાઉ (મિલ્કશેક માટે) નામથી વેચે છે. આ સાથે જ બ્રિટાનિયા પોતાની સફળતાનો શ્રેય પોતાના લોકોને આપે છે.

આ અગાઉ પણ Parleએ મેળવી હતી સરસાઇ

ઈન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવુ છે કે બ્રિટાનિયાએ એક દાયકા પહેલા પણ પારલે પર બઢત મેળવી હતી, પરંતુ તેની જાળવી શકી નહોતી. બ્રિટાનિયાના ગુડ્ડે અને ન્યૂટ્રીચૉઇસ જેવી મોટી બ્રાન્ડે હાલના ત્રણ મહિનામાં કંપનીના ગ્રોથમાં સારું યોગદાન આપ્યું છે. દેશના કુલ બિસ્કિટ બજારમાં આ બ્રાન્ડનો 1 ટકા ભાગ છે.

READ ALSO

Related posts

Diwali 2019- દિવાળી પહેલાં ઘરે લઈ આવો કોડી, શ્રીયંત્ર સહિત આ 7 ચીજો, ક્યારેય નહિ થાય ધનની કમી

Mansi Patel

ચર્ચામાં છે જ્હાન્વીના આ હૉટ ફોટોઝ, ગ્લેમરસ અંદાજ જોતા રહી જશો

Bansari

દુનિયાની સૌથી લાંબી ફ્લાઈટ, 19 ક્લાક 16 મિનિટે ન્યૂયોર્કથી સિડની પહોંચી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!