GSTV
Auto & Tech Trending

બે મહિના સુઘી દર કલાકે જીતો ફ્રી લેપટોપ, જાણો કોણ આપી રહ્યુ છે આ ધાંસૂ ઑફર…

સ્કૂલ ઓનલાઈન થવાની સાથે એક સારી ટેક્નોલોજી ડિવાઈસ હવે લકઝરી રહી નથી. સ્કૂલ બંધ થવાના કારણે લર્ન વર્ક ફ્રોમ હોમ માટે તે બાળકોની જરૂરત બની ગઈ છે. જોકે, હાલમાં જ એક સર્વે અનુસાર ભારતના માત્ર 8 ટકા ઘરોમાં ઈન્ટરનેટ કનેકશન સાથે લેપટોપ છે. જે બાદ બ્રિટાનિયા ગુડ ડેએ લર્ન ફ્રોમ હોમ અભિયાન શરૂ કર્યુ છે. જેમાં સમગ્ર દેશના બાળકોને 2 મહિના સુઘી દર કલાકે મફતમાં લેપટોપ જીતવાની તક મળશે.

શરૂ થઈ ગયુ દેશવ્યાપી અભિયાન

કંપની તરફથી અંહિ જારી કરેલા એક નિવેદન અનુસાર બ્રિટાનિયાની સૌથી મોટી બ્રાંડ ગુડ ડે એ પંદર દુવસ પહેલા જ દેશવ્યાપી પ્રિંટ અને ટીવી કાર્યક્રમ સાથે આ અભિયાન શરૂ કર્યુ છે. આ વિષય આ વિષય કેન્દ્રિત ટીવીસી શાળાની મિત્રતા અને સાથે ભણવાનો આનંદ બતાવે છે. મૈક્કેન વર્લ્ડ ગ્રૂપ દ્વારા નિર્મિત, આ ફિલ્મમાં બે મિત્રો છે જે બ્રિટાનિયા ગુડ ડેને કારણે ઘરેથી સ્કૂલ ભણતા હતા ત્યારે ફરી એક થઈ જાય છે. એક છોકરો ‘લર્નફ્રોમ’ અભિયાનમાં ભાગ લઈ લેપટોપ જીતે છે અને તેના મિત્રને તેનો આનંદ શેર કરવા અને સ્કૂલની જેમ તેની સાથે અભ્યાસ કરવા આમંત્રણ આપે છે.

ઘણા બાળકોના ચેહરા પર આવશે સ્મિત

બ્રિટાનિયા ઈંડસ્ટ્રીઝના વીપી માર્કેટીંગ વિનય સુબ્રમ્ણ્યમનું રહેવુ છે કે દેશમાં લાખો બાળકો સંસાધનો જેવા કા લેપટોપ, ઈન્ટરનેટ કનેકશનની ખામીના કારણે ઑનલાઈન સ્કૂલમાં સામેલ થવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બ્રિટાનિયા ગુડ ડેના લર્ન ફ્રોમ હોમ અભિયાન સાથે આશા છે કે તે બાળકોને સૂગમતાથી પોતાનો અભ્યાસ ચાલુ રાખવામાં સમર્થ બનાવી શકે. આ લેપટોપની વાત નથી, આ સ્કૂલ જવા, અભ્યાસ કરવા, સહયોગ કરવા અને અભ્યાસની ખુશીનો અનુભવ લેવા માટે એક ગેટવે પ્રદાન કરવાનો પ્રયાસ છે. કંપની 2 મહિના સુઘી દર કલાકે ફ્રી લેપટોપ આપી બાળકોના ચેહરા પર સ્મિત લાવવા માંગે છે.

READ ALSO

Related posts

PF એકાઉન્ટ હોલ્ડર્સને મળી રહ્યો છે 7 લાખ રૂપિયાનો ફાયદો! જાણો તમે કેવી રીતે લઇ શકો છો લાભ

Damini Patel

બિપાશા બાસુએ બોલ્ડ અંદાજમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી, 43 વર્ષની ઉંમરે એક્ટ્રેસ બનશે માતાઃ ફોટો જોતાં તમે પણ આહ પોકારી જશો

Binas Saiyed

ફૂટબોલના રસ્તા પર ચાલી રહ્યું છે ક્રિકેટ, કપિલ દેવને સતાવી રહી છે આ વાતની ચિંતા

Damini Patel
GSTV