GSTV

અમેરિકાની ભરપાઈ કરશે બ્રિટન, WHOને મોટુ ફંડ દેવાની થઈ રહી છે તૈયારી

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન WHOને આપવામાં આવનારી ધનરાશીને વધારવાની જાહેરાત કરી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે બોરિસ WHOને દેવામાં આવતા ફંડિંગમાં 30 ટકાની વધારો કરી શકે છે. WHOથી અમેરિકાના અલગ થયા બાદ જો જોનસનનું આ પગલું અમલમાં આવે છે તો બ્રિટન WHOને સૌથી વધારે ફંડિંગ આપનારા દેશોની યાદીમાં ટોચ ઉપર આવી જશે.

સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં બોરિસ જોનસન કોરોના વાયરસની સામે આંતરરાષ્ટ્રીય સ્તરના આ યુદ્ધમાં આવેલી ક્ષતિઓને દુર કરવાનો આગ્રહ પણ કરશે. જણાવી દઈએ કે કોરોનાના સંકટ કાળમાં અમેરિકાએ WHO પર ચીનના પ્રભાવમાં ભ્રષ્ટ હોવાનો આરોપ લગાવ્યો હતો અને પોતાને અલગ કરી દીધું હતું. WHOને અમેરિકાથી સૌથી વધારે ફંડ મળતું હતું.

જો બોરિસ જોનસન WHOને દેનારા ફંડિંગમાં 30 ટકા વધારો કરવાની જાહેરાત કરે છે તો બ્રિટન WHOને આવનારા ચાર વર્ષ સુધી વાર્ષિક આશરે 30 અરબ રૂપિયા દેશે. જો કે, તેને તેના બદલામાં બ્રિટિશ પીએમ ડબલ્યુએચઓ પાસે વિશેષ શક્તિ પણ માગી શકે છે. જેથી બ્રિટન કોરોનાને નાથવા માટે વિશ્વભરના દેશોમાંથી સીધો અહેવાલ માંગી શકે.

રિપોર્ટ પ્રમાણે એક પ્રી રિકોર્ડેડ વીડિયોમાં જોનસન જાહેરાત દરમયાન કહેશે કે, 9 મહિના સુધી કોરોનાથી યુદ્ધ બાદ પણ આંતરરાષ્ટ્રીય કમ્યુનિટીની ધારાણા ઘણી સુસ્ત જોવા મળી રહી છે. આપણે તેને યથાવત નથી રાખી શકતા. જ્યાં સુધી આપણા દુશ્મનની સામે એકઝુટ નથી થઈ જતા, દરેકની હાર થશે.

આ રિપોર્ટ પ્રમાણે બ્રિટેનને વધારેલી ધનરાશી આવનારા ચાર વર્ષો માટે નક્કી કરવામાં આવશે. તે બાદ બ્રિટન WHOને ફંડ દેનારા સૌથી પરોપકારી દેશ બની જશે. જો કે, રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ જો અમેરિકા WHOને ફરીથી ફંડ દેવાનું શરૂ કરે છે તો તે બ્રિટનથી ઘણું આગળ રહેશે.

Related posts

રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ ટ્રમ્પ ઉપર થઈ શકે છે જીવલેણ હૂમલો, આ ટીવી પંડિતે કર્યો ચોંકાવનારો દાવો

Mansi Patel

ગાંધીનગરનાં સેક્ટર-14 ખાતે 572 ઘરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આપી આ ચીમકી

Nilesh Jethva

Whatsapp પર આ વીડિયો જોશો તો 10 જ સેકન્ડમાં તમારો ફોન થઇ જશે હેક, ભૂલથી પણ શેર ના કરતાં આ મેસેજ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!