GSTV

શાહી નોકરી/ બ્રિટેનની મહારાણીને જોઈએ છે નોકર, એક અઠવાડીયું કામ કરવાના આપશે 48 લાખ રૂપિયા, સાથે આટલી સુવિધા તો ખરી જ !

Last Updated on October 18, 2021 by Pravin Makwana

બ્રિટેનની મહારાણીને સફાઈકર્મીની જરૂર છે અને તેના માટે બકિંઘમ પેલેસમાં સત્તાવાર રીતે જાહેરાત પણ આપવામાં આવી છે. જેમાં ક્લિનરને આપવામાં આવતી સુવિધા અને પગાર વિશે જણાવામાં આવ્યુ છે. જાહેરાતમાં સફાઈ કર્મીની યોગ્યતા અને તેના અનુભવ પર પણ ખાસ્સુ ધ્યાન આપવામાં આવ્યુ છે. સૌથી ખાસ વાત એ છે કે, સફાઈ કર્મીમાં સારી વેલ્યૂ હોવી જોઈએ.

સફાઈ કર્મી માટે શરત બકિંઘમ પેલેસ તરફથી જાહેર કરવામાં આવેલા જાહેરાતમાં સફાઈકર્મીને મળનારી સેલરી અને તેની ડ્યૂટી વિશે જણાવ્યુ છે. જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે, સફાઈકર્મીને એક અઠવાડીયામાં 20 કલાકથી 40 કલાક સુધી કામ કરવાનું રહેશે. જેના માટે તેને 11 હજાર 300 પાઉંડ (લગભગ 24 લાખ રૂપિયા)થી 22 હજાર 600 પાઉંડ (લગભગ 48 લાખ રૂપિયા) આપવામાં આવશે. જાહેરાતમાં કહેવાયુ છે કે, જે ઉમેદવાર સફાઈકર્મીની પોસ્ટ માટે અરજી કરવા માગે છે, તે તાત્કાલિક ધોરણે અરજી કરે અને ભરતી પ્રક્રિયા 20 ઓક્ટોબરથી બંધ થઈ જશે. જાહેરાતમાં કહેવાયુ છે કે, જે ઉમેદવારની પસંદગી થશે, તેને બકિંઘમ પેલેસનો અમુક ભાગ સાફ સફાઈ કરવાની જવાબદારી સોંપવામાં આવશે.

સફાઈકર્મીને આપવામાં આવતી સુવિધા જાહેરાતમાં બતાવામાં આવી છે. જે ઉમેદવારને સફાઈકર્મીના પદ માટે પસંદ કરવામાં આવશે, તેના પર્સનલ ગ્રોથ પર પણ ધ્યાન આપવામાં આવશે અને સમયની સાથે તેની સેલરીમાં પણ વધારો કરવામાં આવશે. તેની સાથે જ તેને રાજપરિવારના અમુક કાર્યક્રમમાં પણ શામેલ થવાની છૂટ આપવામાં આવશે. જે ઉમેદવારની પસંદગી થશે તેણે એ પ્રુફ કરવું પડશે કે, પેલેસના રૂમ અને પેલેસમાં રાખવામાં આવેલો સામાન સાફ રહેશે. જાહેરાતમાં કહેવાયુ છે કે, નોકરીની કટિબદ્ધતાની માંગ કરે છે અને દિવસ અથવા રાત માટે સીમિત નહીં હોય. આ સાથે જ કહેવામાં આવ્યુ છે કે, બકિંઘમ પેલેસમાં કામ કેવી રીતે કરવાનું છે. તેના માટે પસંદ કરવામાં આવેલા ઉમેદવારને કાયદેસરની ટ્રેનીંગ પણ આપવામાં આવશે અને અન્ય સફાઈકર્મી તેને મદદ કરશે.

અનુભવને પ્રાથમિકતા આપવામાં આવશે

જાહેરાતમાં કહેવાયુ છે કે, જે લોકોને સફાઈકામનો અનુભવ હોય અથવા આતિથ્ય સત્કારનો અનુભવ હોય, તેને નોકરીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. બકિંઘમ પેલેસને કોઈ એવા વ્યક્તિની શોધ છે કે, જે એક્ટિવ હોય, ટાઈમ મેનેજમેન્ટ આવડતું હોય, આળશું જરાં પણ ન હોય, તથા વ્યસ્તતાની વચ્ચે પણ કામ કરવામાં સક્ષમ હોય અને તણાવ હૈંડલ કરવાનું તેને ફાવતું હોય. આ કર્મચારીને 77 હજાર સ્કેવર મીટરમાં ફેલાયેલા બકિંઘમ પેલેસના 775 રૂમની દેખરેખ રાખવાની હોય છે, તેથી તેને ખૂબ મહેનતનું કામ કરશે.

જાહેરાતમાં બીજુ શું શું છે

બકિંઘમ પેલેસમાં નિકળેલી આ ભરતી માટે કહેવાયુ છે કે, સૌથી મોટી વાત એ છે કે, ઉમેદવારને પોતાની અંદર નવા નવા ગુણ વિકસીત કરવાની ઈચ્છા હોવી જોઈએ અને તેને કામ પ્રત્યે ઉત્સુકતા હોવી જોઈએ. જાહેરાતમાં આગળ કહેવામાં આવ્યુ છે કે, આ આપની અંદર રહેલા ગુણ અને ઉત્સાહને પ્રદર્શિત કરવાનું અસાધારણ કામ કરવાનો અવસર છે.

આપને જણાવી દઈએ કે, બકિંઘમ પેલેસ તરફથી 10 પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જ્યાં સેલરી 24 લાખ 48 લાખ રૂપિયાની વચ્ચે આપવામાં આવશે. આ પોસ્ટની સાથે સાથે સહાયક સ્ટાફ, રેસ્ટોરંટ મેનેજમેન્ટની સાથે મદદ કરનારા એક પ્રબંધક અધિકારીની પણ શોધ ચાલું છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં પહેલી વાર રાજ્યકક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટનું આયોજન, ઓલિમ્પિક માટે તૈયાર થશે ભાવિ રમતવીરો

GSTV Web Desk

યુપી જ નહીં ગુજરાતમાં યોજાનારી ચૂંટણી પણ ભાજપ હારશે : ઉત્તર પ્રદેશના છાંટા ગુજરાતને ઉડ્યા

GSTV Web Desk

Health Tips / બચી ગયેલી સફરજનની છાલને હવે ફેંકો નહીં, આ રીતે કરો તેનો ઉપયોગ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!