GSTV
Home » News » Brexit: મહારાણીની લીલીઝંડી બાદ બ્રેક્ઝિટને મંજૂરી, સંસદમાં પાસ થયું બિલ

Brexit: મહારાણીની લીલીઝંડી બાદ બ્રેક્ઝિટને મંજૂરી, સંસદમાં પાસ થયું બિલ

અનેક વર્ષોથી ચાલી રહેલા બ્રેક્ઝિટના વિવાદનો અંત આવ્યો છે. બ્રિટિશ સંસદે યુરોપીય સંઘમાંથી બ્રિટેનને અલગ કરનારું બિલ સંસદમાંથી પાસ કર્યું છે. મહારાણી એલિઝાબેથ 2એ ગુરૂવારના રોજ સંસદમાં પાસ કરાવેલા આ ઐતિહાસિક વિડ્રોલ એગ્રિમેંટ બિલને કાયદાકીય રીતે મંજૂરી આપી દીધી છે.

બ્રેક્ઝિટ સચિવ સ્ટીવ બર્કલે જણાવ્યું હતું કે, મહારાણીએ બ્રેક્ઝિટ બિલને મંજૂરી આપી દીધી છે. ત્યાર બાદ તે બ્રેક્ઝિટ કાયદો બની ગયો છે. આ કાયદો 31 જાન્યુઆરીએ બ્રિટેનને યુરોપીય સંઘમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે, બ્રિટન સરકારે 31 જાન્યુઆરીએ યુરોપીય સંઘમાંથીબ બ્રિટનની એક્ઝિટ થવાની જાણ કરી હતી. જણાવી દઈએ કે, બ્રિટેનના વડાપ્રધાન જોનસન સ્થાનિક સમય મુજબ રાતના 11 વાગ્યે યુરોપીય સંઘથી અલગ થયા બાદ બ્રિટેનને સંબોધન કરશે.

લગભગ પાંચ દાયકા જૂનું સભ્યપદ થયું રદ

બ્રિટન વર્ષ 1973માં 28 સભ્યો વાળા યુરોપીય યુનિયનનું સભ્ય બન્યું હતું. બ્રેક્ઝિટની સાથે સાથે લગભગ પાંચ દાયકા જૂનું સભ્યપદ સમાપ્ત થઈ જશે. આવું કરનારો બ્રિટેન પ્રથમ દેશ હશે. જો કે, ઈયુના નિયમ અનુસાર 31 ડિસેમ્બર સુધી તે વ્યવહારો કરી શકશે.

શું છે બ્રેક્ઝિટ

બ્રેક્ઝિટનો અર્થ થાય છે બ્રિટેન એક્ઝિટ, એટલે કે યુરોપીય યુનિયનમાંથી બહાર નિકળવું. વર્ષ 2016માં બ્રિટેનમાં બ્રેક્ઝિટને લઈ જનમત સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેમાં 50થી પણ વધું લોકોનું માનવું હતું કે, બ્રિટેનને યુરોપીય યુનિયનમાંથી બહાર કરી દેવું જોઈએ. ગત વર્ષે થયેલી બ્રિટેનમાં સામાન્ય ચૂંટણીમાં સત્તાધારી કંઝરવેટિવ પાર્ટીએ શાનદાર જીત મેળવી હતી. બોરિસ જોનસનની કંઝરવેટિવ પાર્ટીએ 650 સીટ વાળી સંસદમાં 364 સીટો મેળવી હતી. ચૂંટણી પરિણામની સાથે સાથે બ્રેક્ઝિટનો રસ્તો પણ સાફ થયો હતો. આ ચૂંટણીમાં એક ડઝનથી પણ વધારે ભારતીય ઉમેદવારોએ જીત મેળવી હતી.

READ ALSO

Related posts

દિલ્હીના મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત

Ankita Trada

કાશ્મીર મામલે પાકિસ્તાનને સાથ આપનાર આ દેશના પીએમે આપી દેવું પડ્યું રાજીનામું

Mansi Patel

24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!