ખૂંખાર આરોપીને પેરોલ આપવામાં કેવી સાવધાની રાખવી પડતી હોય છે તેનો ખરો ભોગ બ્રિટનની પોલીસ બની છે. માત્ર ભારત જ નહી બીજા દેશના પોલીસ તંત્રના વહિવટમાં પણ લોલમલોલ ચાલતી હોય છે. બ્રિટનના સૌથી શાતીર અપરાધીને ભૂલથી પેરોલ પર છોડી દેવામાં આવ્યા બાદ તેણે 14 જ દિવસમાં 11 રેપ કરીને આખા બ્રિટનમાં હાહાકાર મચાવી દીધો છે. સરકાર સુધી પડઘા પડતાં આખરે પોલીસ પર પ્રેશર વધતાં તેને ઝડપી લેવામાં આવ્યો છે. એક બાદ એક બળાત્કારના કેસો વધતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. આખરે મોટો ખુલાસો થયો હતો.

જોસેફ મેકકેન નામના આ ગુનેગારને બ્રિટનનો સૌથી ખતરનાક રેપિસ્ટ કહેવામાં આવી રહ્યો છે. 34 વર્ષનો જોસેફ અઠંગ ચોર છે. તેને કોર્ટ 33 વખત આજીવન કેદની સજા ફટકારી ચુકી છે. તેના પર મહિલાઓ સામે રેપ સહિતના 37 કેસ નોંધાયા છે. કોર્ટે જ્યારે તેને સજા કરી ત્યારે જજે કહ્યું હતું કે, જોસેફ કાયર, હિંસક અને વ્યભિચારી છે. તેને જેટલી સજા અપાય તેટલી ઓછી છે.

#GUILTY | Man found guilty of a staggering 37 offences
— Metropolitan Police (@metpoliceuk) December 6, 2019
Joseph McCann, who kidnapped seven people and carried out multiple rapes and sexual assaults over a two-week period, has been found guilty of 37 separate offences against 11 people.
Read more ? https://t.co/P6E7CVN4dV pic.twitter.com/YaEYOgBrMv
જોકે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભૂલથી જોસેફને પોલીસે પેરોલ આપી દીધી હતી. જેલમાંથી છુટતાંની સાથે જ તેણે 14 દિવસમાં 11 રેપ કર્યા હતા. જોકે પોલીસ તેને ફરી પકડી પાડવામાં સફળ થઈ છે. પોલીસે આ પેરોલ બાબતે ભૂલ હોવાની પણ સ્વીકારી લીધી છે. ચાકૂની અણીએ મહિલાઓને ઉઠાવી જઈને તેને બળાત્કાર કર્યા છે. સજા સમયે પણ જજે આ કેદી મામલે થોડી પણ દયા દાખવી ન હતી.