બ્રિટેનમાં શારીકિક સંબંધ બાંધવાને લઈને કોર્ટે એક અજીબોગરીબ નિર્ણય લીધો છે. લંડનમાં એક યુવકની વિરુદ્ધ ચાલી રહેલા યૌન ઉત્પિડન – જાતિય સતામણી મામલે ચુકાદો આપતાં કોર્ટે કહ્યું કે યુવકને કોઈપણ મહિલા સાથે સંભોગ કરતા પહેલા તેણે પોલિસને 24 કલાક પહેલા જાણકારી આપવાની રહેશે.

બાળકીઓ સાથે સંબંધ બનાવવાની કોશિશ સહિત યૌન અપરાધ સાથે જોડાયેલા 7 આરોપ
એક રિપોર્ટ મુજબ 39 વર્ષીય યુવક ડીન ડાયર પર જાતિય હુમલાના કેટલાય કેસ ચાલી રહ્યા છે. એક મહિલાએ યુવક પર આરોપ લગાવ્યો હતો કે પાર્ટી દરમિયાન તેણે ખોટી રીતે તેને સ્પર્શ કર્યો હતો. અને વિરોધ કરવા પર બળાત્કારની ધમકી આપી હતી. રિપોર્ટ મુજબ યુવક પર 14 વર્ષની બાળકીઓ સાથે સંબંધ બનાવવાની કોશિશ સહિત યૌન અપરાધ સાથે જોડાયેલા 7 આરોપ છે. જો કે અત્યાર સુધી આના વિરુદ્ધ કોઈ પણ જાતિય સતામણીનો દોષ સાબિત થયો નથી.
સેક્સની ઈચ્છા થાય તો જે તે મહિલા અને પોલિસ બંનેને જાણકારી આપવાની રહેશે
સુનવણી બાદ બ્રિટેન વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે કહ્યું કે આરોપી યુવકની વિરુદ્ધ Sexual Restraint Order જારી કરી દેવાયો છે. સાથે જ આદેશ આપ્યો છે કે જો આરોપી યુવક કોઈ મહિલા સાથે સંભોગ કરવા ઈચ્છે છે તો તેણે 24 કલાક પહેલા પોતાની ઈચ્છા બાબતે સંબંધિત મહિલા અને પોલિસ બંનેને જાણકારી આપવાની રહેશે.
મહિલા સાથે બિનજરૂરી વાતચીત ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો
કોર્ટે સુનવણી દરમિયાન યુવકની કોઈ મહિલા સાથે બિનજરૂરી વાતચીત ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. રિપોર્ટ મુજબ બ્રિટેનમાં Sexual Restraint Order એક સિવિલ આદેશ હોય છે. આ આદેશ એવા લોકોની વિરુદ્ધમાં કરવામાં આવે છે જેના પર દોષ સાબિત ન થયો હોય પરંતુ તેનાથી સોસાયટી- લોકોને ભય હોવાની આશંકા હોય.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર