GSTV

ખૂદ આરોગ્ય પ્રધાન કોરોના વાયરસની ઝપેટમાં, અઢળક લોકોની લીધી છે મુલાકાત

કોરોના

Last Updated on March 11, 2020 by Karan

બ્રિટન માટે એક દુઃખદ સમાચાર આવ્યા છે. બ્રિટનના આરોગ્ય પ્રધાન નાદિન ડોરિસને પણ કોરોનાએ પોતાની ઝપેટમાં લીધા છે. બ્રિટિશ સાંસદ અને આરોગ્ય વિભાગના પ્રધાન નદિન ડોરિસને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. કન્ઝર્વેટિવ સાંસદ નદિને એક નિવેદન આપ્યું છે કે, હું પુષ્ટિ કરું છું કે મારું કોરોનાનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું છે અને મેં પોતાને અલગ જ રાખી છે. જોકે આરોગ્ય વિભાગના અધિકારીઓ હવે તે કોરોના વાયરસના સંપર્કમાં ક્યાં અને કેવી રીતે આવ્યા તે જાણવાની કોશિશ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ડોરિસ એ યુકેના પહેલા રાજકારણી છે જેમણે કોરોના સામે લડવાની કાયદાકીય જોગવાઈઓ ઘડવામાં મદદ કરી છે. પરંતુ બ્રિટન સરકાર એ ચિંતામાં છે કે આ દરમિયાન જે લોકોની તેઓએ મુલાકાત લીધી હતી તે લોકો સુધી તો કોરોના પહોંચ્યો નથી ને ? જોકે છેલ્લા કેટલાક દિવસોમાં વડા પ્રધાન બોરીસ જ્હોનસન સહિત ઘણા લોકોના સંપર્કમાં આવી છે.

READ ALSO

Related posts

ચેતવણી/ અહીં બે-ત્રણ દિવસમાં રોજ દસથી પંદર હજાર કેસો નોંધવાની શક્યતા, જાપાનમાં નવા નિયંત્રણો જાહેર

Damini Patel

અમદાવાદીઓ ચેતજો! વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને પણ સકંજામાં લઇ રહ્યો છે કોરોના, આટલા જ દિવસમાં 30 દર્દીઓને ભરખી ગયો જીવલેણ વાયરસ

Bansari

ઇરાકમાં આઇએસના આતંકીઓ ફરી સક્રિય, 2017 પછીનો સૌથી મોટો હુમલો; 20 જવાનોની હત્યા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!