GSTV

આ દેશમાં સૌથી ભયાનક સ્થિતિ, Coronaએ એવો ભરડો લીધો કે ચાર દિવસ પછી હોસ્પિટલોમાં જગ્યા જ નહી મળે!

corona

બ્રિટનનું લંડન અને સ્પેનનું મેડ્રિડ દુનિયાભરમાં ફેલાઇ ચુકેલા Corona વાયરસનું નવુ કેન્દ્ર બનવા જઇ રહ્યાં છે. અહીં દર બે દિવસે મોતનો આંકડો બે ગણો થઇ રહ્યો છે. અત્યાર સુધી યુરોપમાં ઇટલી અને લૉમ્બાર્ડી આ મહામારીનાં કેન્દ્ર બની ગયા છે. સ્થિતિ એવી છે કે લંડનમાં ચાર દિવસ બાદ હોસ્પિટલોમાં જગ્યા નહી બચે. દુનિયાભરમાં આશરે 4.15 લાખ લોકો આ ઘાતક બિમારીની ઝપેટણાં આવી ગયા છે.

ઇટલી પ્રશાસનનું કહેવું છે કે પાબંધીઓને વધુ સઘન બનાવવામાં આવ્યા બાદ દરરોજ સંક્રમિત થતા લોકોની સંખ્યા ઘટીને આઠ ટકા થઇ ગઇ છે. આ સંખ્યા 21 ફેબ્રુઆરી બાદ સૌથી ઓછી છે. આ બિમારીના કારણે દેશમાં સૌથી વધુ 6,820 લોકોના મોત થયા છે. અમેરિકાના ન્યૂયોર્કમાં અત્યાર સુધી 20 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. સાથે જ 160 લોકોના મોત થઇ ચુક્યા છે.

લોકડાઉનનો નિયમ તોડનારને 2.5 લાખનો દંડ

ઇટલીમાં 31 જુલાઇ સુધી લોકડાઉન છે. ગત એક અઠવાડિયામાં એક લાખથી વધુ લોકોએ લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કર્યુ છે. જેના કારણે નિયમો વધુ સઘન બનાવતા દંડની રકમને 25 ગણી કરી દેવામાં આવી છે. હવે નિયમ તોડનારે 17 હજાર નહી પરંતુ 2.5 લાખ રૂપિયા દંડ ભરવો પડશે. લોકોને રોકવા માટે રસ્તા પર સેના તૈનાત છે. જેની અસર પણ જોવા મળી રહી છે.

Coronaના દર્દીઓને કારમાં લઇ જવામાં આવી રહ્યાં છે હોસ્પિટલ

કેમ્બ્રિજ યુનિવર્સિટી અનુસાર લંડનમાં ચાર દિવસમાં આઇસીયુના બેડ સંપૂર્ણ રીતે ભરાઇ જશે. આગામી 14 દિવસમાં આ સ્થિતિ સમગ્ર બ્રિટનની થઇ જશે. નાર્થવિક પાર્ક હોસ્પિટલની એક નર્સના હવાલે જણાવવામાં આવ્યું કે તેમને આદેશ આપવામાં આવ્યા છે કે Coronaના ગંભીર રોગીઓને મરવા માટે છોડી દેવામાં આવે. ઇટલીની જેમ જ આવા લોકોને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવે. પ્રાથમિકતા યુવાઓને બચાવવાની છે.

વિશ્વનની શું છે સ્થિતિ

કોરોના વાઈરસની મહામારી વિશ્વના 195 દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં વિશ્વભરમાં 21,284 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 4 લાખ 71 હજાર લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એક લાખ 14 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ચીનથી શરૂ થયેલા આ વાઈરસે સૌથી મોતી તબાહી ઈટાલીમાં મચાવી છે. અહીં 7503 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 683 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં એક દિવસમાં 5210 નવા કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસ 74386 થયા છે. કોરોના વાઈરસના સંક્રમણના કારણે સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 656 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં મૃત્યુઆંક 3647 પહોંચી ગયો છે. દેશમાં મોતનો આંક 17એ પહોંચ્યો છે. કોરોના વાયરસથી મોતનો આંક સતત વધી રહ્યો છે. ભારત એ ઇટલી અને અમેરિકાની સ્પીડે આગળ વધી રહ્યું છે. અમેરિકાના ન્યૂયોર્કની સ્થિતિ જોઈએ તો માર્ચ 5નાં રોજ માત્ર 11 કેસ હતા. માર્ચ 10નાં રોજ 176 કેસ હતા. માર્ચ 15નાં રોજ 729 કેસ અને માર્ચ 25નાં રોજ આ કેસનો આંક 30,811એ પહોંચ્યો છે. અમેરિકામાં તો આ આંક 50 હજારને પાર કરી ગયો છે. આ જ સ્થિતિ ઈટલીની પણ છે. ઈટલીમાં માર્ચ 1ના રોજ પોઝિટીવ કેસોની સંખ્યા 1,694 હતી. માર્ચ 7નાં રોજ 5,883 કેસ, માર્ચ 13નાં રોજ 17,760 કેસ અને માર્ચ 25નાં રોજ કેસોની સંખ્યા 74,386એ પહોંચી હતી. ઇટલી, અમેરિકા બાદ હવે ભારતનો વારો છે. ભારત ઈટલી અને અમેરિકાની પાછળ જ દોડી રહ્યું છે. આપણે તેમના કરતાં 15થી 20 દિવસ પાછળ છીએ. આગામી દિવસોમાં ભયંકર સ્થિતિ આવી શકે છે.

Read Also

Related posts

અઢી વર્ષના બાળકને દાદા દાદી સાથે રમવું ભારે પડ્યું, કેનેડાથી પરત ડોક્ટરના સંપર્કમાં આવેલા દાદીથી લાગ્યો Coronaનો ચેપ

Bansari

કોરોનાનું ટ્રેન કનેક્શન: તબલિગી જમાતથી આ રીતે દેશમા ફેલાયો વાયરસ, 5 કેન્દ્રો બન્યા હોટસ્પોટ

Ankita Trada

લોકડાઉન વચ્ચે બોપલમાં ડી જેના તાલે ગરબા રમનાર પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!