GSTV

વેક્સિનેશન છતાં બ્રિટનમાં ત્રીજી લહેરનો કહેર, ડેલ્ટા વેરિયંટ અને વેક્સિન વચ્ચે ટક્કર

Last Updated on June 20, 2021 by Pritesh Mehta

ભારતમાં છથી આઠ સપ્તાહમાં કોરોનાની ત્રીજી લહેરની ચિંતા વ્યકત થઈ છે અને વેક્સિનેશન પર ભાર મુકાયો છે. ત્યારે બીજી તરફ, બ્રિટનમાં મોટાપાયે રસીકરણ બાદ પણ કોરોનાની ત્રીજી લહેરનો કેર જોવા મળ્યો છે.

વેક્સિનેશન

બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેરનો કેર જોવા મળી રહ્યો છે. ત્યારે બ્રિટનના વેક્સિનેશન કાર્યક્રમ સાથે જોડાયેલા વિશેષજ્ઞોએ દાવો કર્યો છે કે કોવિડ-19ના ડેલ્ટા વેરિએન્ટના કારણે  બ્રિટન કોરોના વાયરસની ત્રીજી લહેર સામે ઝઝુમી રહ્યુ છે.બ્રિટનમાં 24 કલાકમાં 10 હજારથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે.બ્રિટનમાં 80 ટકા લોકોને કોરોના રસીકરણ સંપન્ન થયુ છે.પરંતુ કોરોનાના ત્રીજી લહેર જોવા મળી છે.

બ્રિટનમાં મહત્તમ રસીકરણ છતા કોરોનાના કેરને લઈને વિશેષજ્ઞો માની રહ્યા છે  કે, રસી અને કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ વચ્ચે આકરી ટકકર જોવા મળી રહી છે.વાયરસ ફેલાતો જાય છે રસીકરણ કાર્યક્રમ ખાસ કરીને વૃદ્ધોને બીજો ડોઝ આપવા અને ડેલ્ટાના ત્રીજી લહેર વચ્ચે આકરી સ્પર્ધા ચાલી રહી છે.

બ્રિટનમાં દર 540 કોરોના સંક્રમિતોમાં એક દર્દીમાં ડેલ્ટા વેરિએન્ટ જોવા મળે છે.જે અત્યારે સમગ્ર બ્રિટનમાં ઝડપથી ફેલતા વાયરસનું સ્વરૂપ છે.કોરોના વાયરસનો બંને ડોઝ લઈ ચુકેલા લોકોમાં વાયરસ સંક્રમિત થવાનો અને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના 90 ટકાથી વધુ ઘટી જાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગુજરાતમાં સતત મેઘ મહેર: રાજ્યના 56 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા, કેટલાક માર્ગો પર ડાયવર્ઝન અપાયું

pratik shah

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah

Tokyo Olympics: સિલ્વર ગર્લ મીરાબાઈ ચાનૂને મળી શકે છે ગોલ્ડ મેડલ, ચીની ખેલાડી પર ડોપની આશંકા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!