GSTV
ANDAR NI VAT News Trending World

ઓસ્ટ્રેલિયાને પગલે ચાલીને ગેરકાયદે પ્રવાસીઓ સામે બ્રિટન થયું કડક, ઈંગ્લિશ ચેનલને પાર કરી બ્રિટન પહોંચ્યા

ઈંગ્લિશ ચેનલને પાર કરે દેશમાં ધુસણખોરી કરનારી નાની બોટને રોકવા માટે બ્રિટિશ સરકાર નવું ઈમિગ્રેશન બિલ લાવી રહી છે. આવી જ  પોલિસી એક દસકા પહેલા ઓસ્ટ્રિલિયામાં લાગુ કરાઈ હતી.

 2013માં ઈંડોનેશિયા, ઈરાન અને શ્રીલંકાના 20,000 લોકો ખતરનાક રીતે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા.   ગેરકાયદે ધૂસણખોરી રોકવા ઓસ્ટ્રેલિયા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની એબોર્ટે ચૂંટણી પ્રચાર દરમિયાન બોટને રોકવા આકરી સીમા નિયમો લાગુ કરવાનું વચન આપીને  ચૂંટણી જીતી ગયા હતા. બ્રિટનમાં  ગયા વર્ષે 45,000થી વધુ લોકો નાની બોટની મદદથી ઈંગ્લિશ ચેનલને પાર કરી બ્રિટન પહોંચ્યા છે.

અંદરની વાત મુજબ બ્રિટનની આર્થિક હાલત ખરાબ હોવાનું કહેવાય છે. સરકાર અનેક મુસીબતોથી ઘેરાયેલી છે. નાગરિકોમાં સરકાર પ્રત્યે નારાજગી પણ છે ત્યારે ગેરકાયદે ઘૂસણખોરીથી દેશને તથા તેમને થનારા નુકસાન તરફ લોકોનું ધ્યાન  કેન્દ્રીત કરવા માગે છે. તેથી નાની બોટના ધૂસણખોરી રોકવાને મુદ્દે ઈમિગ્રેશન બિલ લાવવાની યોજના બનાવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

‘ભારત અંધશ્રદ્ધા તરફ આગળ વધી રહ્યું છે’: ઈસરોનું ‘વેદમાંથી મેળવેલા વિજ્ઞાન’ નિવેદન પર ગુસ્સે ભરાયા નસીરુદ્દીન શાહ

Padma Patel

વિશ્વ પર્યાવરણ દિવસ / લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે ઇકો ફ્રેન્ડલી ટ્રાવેલ ડેસ્ટિનેશન

Drashti Joshi

નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરલાઇન્સ હવાઈ ભાડામાં વધારા અંગે ચર્ચા કરશે

Siddhi Sheth
GSTV